નસકોરા બોલાવતા લોકો સાથે સૂવું એ મોટો માથાનો દુખાવો છે. તેઓ પોતે તો આરામથી સૂઈ જાય છે પણ બીજાની ઊંઘ હરામ કરી નાખે છે. નસકોરાં લેનારા અને તેને સહન કરનાર બધા જ લોકો તેનાથી પરેશાન છે. તેનાથી બચવાનો ઉપાય શું છે એ આજે અમે તમને જણાવી રહ્યા છે
પૂરતી ઊંઘ લો
એક રિસર્ચ અનુસાર 7થી ઓ કલાકની ઊંઘ વયસ્ક માટે જરૂરી છે. એવામાં ઓછી ઊંઘ લેનારને લન નસકોરાની સમસ્યા થઈ જાય છે. નસકોરાના કારણે તમને સુવામાં તકલીફ પડી શકે છે
પેપરમિન્ટ તેલ
પેપરમિન્ટના તેલથી પણ નસકોરાથી છુટકારો મળી જાય છે. તેના થોડા ટીપા પાણીમાં મિક્સ કરો અને સુતા પહેલા એના કોગળા કરો. તમને રાહત થશે. ધ્યાન રાખો કે આ પાણી તમારે પીવાનું નથી
દારૂ
દારૂ પીવાનું બંધ કરી દો કે પછી સુવાના લગભગ ત્રણ કલાક પહેલા જ એનું સેવન કરો. દારૂ તમારા ગળાની માંસપેશીઓન આરામ આપીને તમારા નસકોરા શરૂ કરવામાં મદદ કરે છે
ધુમ્રપાન બંધ કરો
ધુમ્રપાન એક ખરાબ આદત છે જે તમારા નસકોરા વધારી શકે છે. એટલે સ્મોકિંગથી બચો. એને છોડવા માટે ડોકટરનો સંપર્ક કરો
વજન
શરીરનું વજન વધારે હોય તો પણ નસકોરાની સમસ્યા થાય છે. એટલે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી હેલ્ધી રહો. જો તમારું વજન વધારે છે તો એને ઘટાડવાનો પ્રયત્ન કરો
અજમો
થોડો અજમો પીસી લો. એને કપડામાં રાખીને સુંઘવાથી પણ નાસકોરમાં રાહત મળે છે. એના પાણીની નાસ લેવાથી પણ આરામ મળશે