નોકરી કરવી છે તો કામના સમાચાર સામે આવ્યા છે સરકારી કંપની SJVN લિમિટેડે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને આ સૂચના અનુસાર 50 ફિલ્ડ એન્જિનિયરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. જણાવી દઈએ આ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે અને આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે.
સાથે જ જણાવી દઈએ કે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28મી એપ્રિલ છે. એય્ત્લા માટે રસ ધરાવતા લોકો લાયક ઉમેદવારો આજે જ અરજી કરો અને અરજી કરવા માટે તેઓ સત્તાવાર વેબસાઇટ sjvn.nic.in પર જઈને અરજી કરી શકે છે.
SJVN લિમિટેડ ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગતો
નોંધનીય છે 50 ખાલી જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ફિલ્ડ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) માટે 12 જગ્યાઓ, ફિલ્ડ એન્જિનિયર (મિકેનિકલ) માટે 14 જગ્યાઓ અને ફિલ્ડ એન્જિનિયર (સિવિલ) માટે 24 જગ્યાઓ છે.
અરજી મોકલવાની પ્રક્રિયા માટે ચુકવણીની રસીદ અને પ્રમાણપત્રો સાથે અરજીની પ્રિન્ટઆઉટ મોકલવાની છેલ્લી તારીખ 19 મે છે અને ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી ઉમેદવારોએ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ, ચુકવણીની રસીદ, કામના અનુભવની માહિતી અને અન્ય આવશ્યકતાઓને સાબિત કરતા વય, શ્રેણી, અનુભવ અને દસ્તાવેજો લેવા જરૂરી છે.
એ બાદ ઉમેદવારોએ તેમની અરજી આ સરનામે મોકલવાની રહેશે- જાહેરાત નં. 110/2023 DGM (ભરતી) SJVN લિમિટેડની ઓફિસ. શક્તિ સદન, કોર્પોરેટ હેડક્વાર્ટર, શાનન શિમલા, HP-171006.
વધુમાં વાંચો :- AIIMSમાં સરકારી નોકરી કરવી હોય તો આ તક હાથથી જવા ન દો; ઘણી જગ્યાઓ માટે ભરતી પડી બહાર
નોંધનીય છે કે આ પદો માટેની પસંદગી પ્રક્રિયા વ્યક્તિગત ઇન્ટરવ્યુ પર આધારિત હશે જે કોર્પોરેટ હેડ ક્વાર્ટર, શિમલા ખાતે હાથ ધરવામાં આવશે.