સ્ટેટ બેંકz ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. SBI પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને નવી સુવિધાઓ આપવા જઈ રહી છે, જેના કારણે પેન્શનર અને સિનિયર સિટીઝન ને ઘણો મોટો ફાયદો થવાનો છે.

બેંક વતી ગ્રાહકની ઓળખ બેંકિંગ એક્ઝિક્યુટિવ અથવા કસ્ટમર કેર સેન્ટરમાં iris સ્કેન દ્વારા કરવામાં આવશે. SBI ‘IRIS Scanner’ ઓળખની સુવિધા રજૂ કરવાનું વિચારી રહી છે.

પેન્શનર અને સિનિયર સિટીઝન માટે આવ્યું આ અપડેટ.

પેન્શનર અને સિનિયર સિટીઝન

‘IRIS સ્કેનર’ની સુવિધા બેંક એક્ઝિક્યુટિવ પાસે ઉપલબ્ધ હોવાથી વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને બ્રાન્ચમાં જવાની જરૂર નહીં પડે. ગ્રાહક તેમના નજીકના ‘બેંક મિત્ર’ કેન્દ્રની મુલાકાત લઈને પોતાનું પેન્શન ઉપાડી શકશે.

SBI એ કહ્યું છે કે તેમના વતી, તેમના ‘બેંક મિત્ર’ સેન્ટર પર ‘આઈરિસ સ્કેનર’ ઈન્સ્ટોલ કરવા માટે ટ્રાયલ કરવામાં આવી રહી છે. જેના કારણે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનધારકોને ઘણી સુવિધા મળશે.

IRIS સ્કેનર દ્વારા આંખની કીકી દ્વારા કોઈપણ વ્યક્તિને ઓળખી શકાય છે. જો કે, આ સુવિધાનો ઉપયોગ ઘણી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી કરવામાં આવે છે.

વધુમાં વાંચો :- PM કિસાન યોજનાના 14મા હપ્તાની તારીખને લઈને મોટુ અપડેટ, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયા

થોડા સમય પહેલા ઓડિશાના નવરંગપુર જિલ્લામાં એક વૃદ્ધ મહિલા પોતાનું પેન્શન ઉપાડવા માટે બેંક મિત્ર કેન્દ્ર ગઈ હતી, જ્યાં તેના ફિંગરપ્રિન્ટની ચકાસણી કરવામાં આવી ન હતી, જેના પછી ઘણી સમસ્યા થઈ હતી. બેંકે કહ્યું કે આવી સમસ્યાઓથી બચવા માટે આઇરિસ સ્કેનર લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *