અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય: પ્લાન્ટિંગ મટેરીયલ એનએચબી/કૃષિ નર્સરી યુનિવર્સિટી/બાગાયત વિભાગમાંથી મંજૂર ટીસ્યુ લેબ, GNFC, અને ટીશ્યુ કલ્ચર પ્લાન્ટિંગ મટિરિયલ (રોપ), GSFC, કૃષિ યુનિવર્સિટી ટિશ્યુ લેબ વગેરે માથી લેવાનું રહેશે. સરકારી સંસ્થામાંથી પ્લાન્ટિંગ માટે રોપા મળશે.
અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય
•અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય 3 રાઉન્ડમાં ઉપલબ્ધ થશે. (60:20:20).
• અનુસૂચિત જાતિના ખેડૂત સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવતા ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવશે.
• ખેતરના ખાતેદાર પાણીપત્રકમાં ખેતીના રેકોર્ડ દાખલ કરવા જરૂરી છે. જ્યાં સુધી પાણીપત્રકમાં વાવેતર તારીખ એડ ના થાય ત્યાં સુધી વિસ્તારના તલાટીનો દાખલો ખેડૂત એ રજુ કરવો પડશે.
• આધુનિક ટપક સિંચાઇ પધ્ધતિ અપનાવવાની જરૂર છે જેના માટે GGRC સંપર્ક કરવાનો જોઈએ.
• રાજય સરકાર તરફથી વધારાની 25% સહાય માત્ર વાવણી માટે જ આપવાની રહે છે.
• દરેક લાભાર્થી માટે 4 હેક્ટર. ની મર્યાદા છે.
• યુનિટ કિંમત- રૂ. 2.00 લાખ/હેકટર
• ટપક સિંચાઇ પધ્ધતિ સાથે 40% ખર્ચ, મહત્તમ રૂ. 0.80 લાખ/હેકટર
• યુનિટ ખર્ચ: રૂ. 1.25 લાખ/હેકટર. 40% ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચ, મહત્તમ રૂ. 0.50 લાખ/હેકટર
1. આધારકાર્ડની કોપી
2. જાતિ પ્રમાણપત્ર
3 લાભ લેનાર ખેડૂત એસ.સી. જાતિ ના હોય તો જાતિનું પ્રમાણપત્ર
4 લાભ લેનાર ખેડૂત એસ.ટી. જાતિ ના હોય તો જાતિનું પ્રમાણપત્ર
5. જો ખેડૂત વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
6. બેંક ની પાસ અને રદ કરેલ ચેક
7.જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
8. વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ
9. મોબાઈલ નંબર
10. રેશનકાર્ડની કોપી
અરજી કરવા માટે સ્ટેપ્સ:
સૌથી પહેલા ગૂગલ સર્ચમાં “ikhedut” લખો.
ગૂગલ સર્ચ માંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલો.
Ikhedut પોર્ટલ ખુલ્યા બાદ “યોજના” પર ક્લિક કરો.
યોજના પર ક્લિક કર્યા પછી, 3 નંબર પર “બાગાયતી યોજના” ખોલો.
બાગાયતી યોજનાના ખુલ્યા બાદ તેની તમામ યોજના બતાવશે.
જેમાં એક “અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો સહાય” જોવા મળશે.
અને તેમાં જ્ઞાતિ પ્રમાણે તમે “Apply” પર ક્લિક કરીને અમારી યોજના સાઇટ ખુલશે.
તમને પૂછશે કે, શું તમે અરજી કરનાર રજીસ્ટર ખેડૂત છો. “હા” જો તમે સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન કરેલ છે તો, અને ના કરેલ હોય તો “ના” કરવાનું.
જો તમે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને નોંધણી કરાવી હોય તો તમારે કેપ્ચા ઈમેજ દાખલ કરીને અરજી કરવાની રહેશે.
લાભ લેનાર ખેડૂત ikhedut માં નોંધાયેલા ન હોય તો તેમણે ‘ના’ પસંદ કરીને ઓનલાઈન અરજી કરવાની.
વધુમાં વાંચો :- શું તમે હજુ e- KYC નથી કરાવ્યું તો હમણાં જ કરાવો આગળનો હપ્તો લેવા માટે જરૂરી છે.
ખેડૂતમિત્રો ઓનલાઈન એપ્લિકેશનમાં વિગતો ભર્યા પછી, સેવ એપ્લિકેશન પર ક્લિક કરો.
તે પછી, લાભાર્થીએ ફરીથી વિગતો તપાસવાની અને વિનંતીની પુષ્ટિ કરવાની જરૂર છે.
નોંધ કરો કે એકવાર અરજી સ્વીકારવામાં આવે તો અરજી નંબરમાં કોઈ સુધારો કે ઉમેરો કરી શકાશે નહીં.