તાજેતરમાં જ RBI એ સામાન્ય માણસને રાહત આપી છે. આરબીઆઈએ આ વખતે રેપો રેટમાં કોઈ વધારો કે ઘટાડો કર્યો નથી. તેની અસર હવે જોવા મળી રહી છે. દેશની સૌથી મોટી બેન્ક બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને રાહત આપી છે. બેંકે લોનના વ્યાજ દર નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતા રેટ (MCLR) પહેલાની જેમ જ રાખ્યા છે.

મોટા ભાગની ગ્રાહક લોન એક વર્ષના MCLR પર આધારિત હોય છે. MCLRમાં કોઈ ફેરફાર ન થવાને કારણે પર્સનલ લોન, ઓટો અને હોમ લોનના રેટમાં કોઈ ફેરફાર નથી થવાના. હવે જો તમે લોન લેશો તો તમારેપહેલા કરતા વધુ EMI ચૂકવવાની જરૂર નથી.

SBIના કરોડો ગ્રાહકો 1

SBIના લેટેટ્સ રેટ

બેંકે એક દિવસની મુદતવાળી લોન માટે MCLR 7.95 ટકા રાખ્યો છે, જ્યારે 1 મહિના અને 3 મહિનાની મુદતવાળી લોન માટે વ્યાજ દર 8.10 ટકા રાખ્યો છે. જો તમે હવે SBI પાસેથી 6 મહિનાની લોન લેવા જાઓ છો, તો તમારે 8.40 ટકા મુજબ વ્યાજ ચૂકવવું પડશે. તે જ સમયે, એક વર્ષ, 2 વર્ષ અને 3 વર્ષની લોન માટેના વ્યાજ દરો અનુક્રમે 8.50 ટકા, 8.60 ટકા અને 8.70 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. SBIની વેબસાઈટ મુજબ, આ દરો 15 એપ્રિલ, 2023થી લાગુ થઈ ગયા છે.

MCLR શું છે?

MCLR એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિકસિત એક પદ્ધતિ છે, જેની મદદથી બેંકો લોન માટે વ્યાજ દર નક્કી કરે છે. MCLR એ વધુમાં વધુ વ્યાજ દર છે જેનાથી નીચા ભાવે બેંક કોઈ લોન આપી શકતી નથી.

વધુમાં વાંચો :- એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બહાર પડી નોકરીઓ, દર મહિને 1 લાખથી વધુ પગાર

સતત 6 વખત વધ્યો છે MCLR

SBIના કરોડો ગ્રાહકો

તમને જણાવી દઈએ કે નવા નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલ મહીનાની પ્રથમ RBI MPCની બેઠકમાં રેપો રેટને સ્થિર રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રેપો રેટ 6.50 ટકા નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *