ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજના શરૂ કરાઇ છે જેમાંથી એક છે સંકટ મોચન યોજના. આ યોજના હેઠળ જો કોઈ ગરીબ પરિવારની મુખ્ય કમાણી કરનાર વ્યક્તિનું અચાનક, આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ થાય તો તેના પરિવારને 20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ માટે યોજના હેઠળ લાભ મેળવવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રાંત કચેરી, જિલ્લા વિકાસ અધિકારીને અરજીપત્રક આપવાનું રહેશે.
સંકટ મોચન યોજના 2023
સાથે જ ગુજરાત સરકારે રાજ્યના ગરીબ પરિવારો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. આ તમામ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ગરીબ પરિવારોને આજીવિકા માટે આર્થિક સહાય આપીને મદદ કરવાનો છે.
જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે શરૂ કરાયેલી યોજનાઓમાં પાલક માતા-પિતા સહાય યોજના, વિધવા સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, સંકટ મોચન સહાય યોજના વગેરેનો સમાવેશ થાય છે.
જ્યારે પણ ગરીબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે ત્યારે તે પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડે અને એ મુખ્ય વ્યક્તિના મૃત્યુ પછી આ પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ સાથે જ ગુજરાત સરકારે ગુજરાતના ગરીબ પરિવારમાંથી મુખ્ય વ્યક્તિને આકસ્મિક અથવા કુદરતી મૃત્યુના કિસ્સામાં આર્થિક સહાય પૂરી પાડવા માટે સંકટ મોચન યોજના બહાર પાડી છે.
આ સંકટ મોચન યોજના હેઠળ જો ગુજરાત રાજ્યના કોઈપણ ગરીબ પરિવારમાંથી મુખ્ય કમાણી કરનાર વ્યક્તિનું અચાનક કે કુદરતી રીતે મૃત્યુ થાય, તો ગુજરાત સરકાર તેના પરિવારને રૂ. 20,000/-ની આર્થિક સહાય પૂરી પાડે છે.
વધુમાં વાંચો :- આધારને લગાવો માસ્ક! આ રીતે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરો, વિગતોની ચોરી થવાનું જોખમ ખતમ
આ યોજના હેઠળ લાભ લીધા પછી, તે ગરીબ પરિવારની મહિલા વિધવા બને છે અને વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- નાણાકીય સહાય મેળવી શકે છે.
સંકટ મોચન યોજના માટે જરૂરી દસ્તાવેજ
મુખ્ય વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર
BPL પ્રમાણપત્ર
રેશન કાર્ડ
મતદાન કાર્ડ
મૃત વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર
આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પોલીસ ફરિયાદની નકલ અને પોલીસ સ્ટેશનની વિગતો.
સંકટ મોચન યોજનાના ફોર્મની pdf મેળવવા માટે અહી ક્લિક કરો.