હાલ સલમાન ખાન તેની આવનારી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું પ્રમોશન કરી રહ્યા છે અને તેમાં ઘણા વ્યસ્ત છે. જણાવી દઈએ કે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની આખી ટીમ ફિલ્મના પ્રમોશનમાં સખત મહેનત કરી રહ્યા છે અને ઈદ પર રિલીઝ થનારી આ ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન પણ ‘ધ કપિલ શર્મા શો’ પર પણ પંહોચ્યો હતો.
કપિલના એ શો પર ભાઈ જાને પોતાની દમદાર દબંગ સ્ટાઈલમાં ઘણી વાતો કરી હતી અને આ બધી વાતો વચ્ચે સલમાન ખાને પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને કઈંક એવી વાતો કરી હતી જેનાથી ત્યાં હજાર દરેક લોકો ચોંકી ગયા હતા.
જણાવી દઈએ કે હાલ ‘ધ કપિલ શર્મા શો’નો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને એ પ્રોમો વીડિયોમાં સલમાન ખાન અને તેની સાથે જ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની આખી ટીમ ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.
પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે કપિલ શર્મા ભાઈ જાનને પૂછે છે કે આ દિવસોમાં તમે તમને જાન કહેવાનો અધિકાર કોણે આપ્યો છે અને એ વાત સાંભળતા જ ભાઈ જાન પોતાની સ્ટાઈલમાં કહે છે, ‘કિસી કો હક મત દેના જાન બોલને કા, જાન સે સ્ટાર્ટ હોતા હૈ ફિર જાન લે લેતે હૈ.
એટલે કે છોકરીઓ પહેલા કહે છે કે હું તમારી સાથે રહીને ખૂબ જ ખુશ છું અને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી પછી થોડો સમય પસાર થાય એ બાદ આઈ લવ યું આવે અને છોકરીને ખબર પડી કે તે ફસાઈ ગઈ છે તો એ પછી જીવન બરબાદ..’
વધુમાં વાંચો :- સલમાન ખાનના સેટ પર છોકરીઓને ડીપ નેક કપડા પહેરવા પર હતો પ્રતિબંધ, પલક તિવારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
સલમાન ખાન તેની આવનારી ફિલ્મ
View this post on Instagram
કપિલ શર્માને જવાબ આપતા ભાઈ જાન કહે છે, ‘જાન ખૂબ જ અધૂરો શબ્દ છે અને એ શબ્દનું આખું વાક્ય કદાચ એવું હશે કેહું જાન લઈ લઇશ તારી, પછી હું કોઈ બીજાની જાન બની જઈશ અને પછી એની એ જાન લઈ લઇશ …’ જણાવી દઈએ કે હાલ સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભાઈજાનના ચાહકોનું કહેવું છે કે તેણે તેની એક્સ ગર્લફ્રેન્ડને ટાર્ગેટ કરી છે.