ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. એવામાં લોકોને ઠંડી વસ્તુ ખાવાપીવાનું મન થાય છે. એ માટે સૌથી સારી વસ્તુ છે ફ્રીઝ. કંઈપણ ઠંડુ ખાવું પીવું હોય તો એમાંથી કાઢીને ખાઈ શકીએ છે. ગરમીમાં ઠંડુ ખાવાપીવાથી શરીરને ઠંડક મળે છે. ગરમીના દિવસમાં ભોજન જલ્દી ખરાબ થઈ જાય છે. એવામાં આ ફ્રીઝ મસીહા બનીને આવે છે અને આપના ભોજનને ગરમીમાં ખરાબ થતા રોકે છે.
આજકાલ લગભગ દરેક ભારતીયના ઘરમાં ફ્રીઝ તો હોય જ છે. તમારા ઘરમાં પણ ફ્રીઝ તો હશે જ. તમને ઘણા વર્ષોથી એનો ઉપયોગ પણ કરતા હશો. પણ શુ એનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો એ તમે જાણો છો? તમે જોયું હશે કે ફ્રીઝમાં તાપમાન સેટ કરવા માટે 1 થી 5 નંબર હોય છે. હવે ભારતમાં વાતાવરણ અને ખાદ્યપદાર્થોનું ધ્યાન રાખીને તમારે ફ્રીઝને ક્યાં નંબર પર ચલાવવું જોઈએ? કયો નંબર યોગ્ય છે ચાલો જાણીએ.
જો તમે ભોજનને હંમેશા ફ્રેશ અને સુરક્ષિત રાખવા માંગો છો તો તમારે ફ્રીઝનું તાપમાન 4.4. સેલસીયસ કે એથી ઓછું રાખવું જોઈએ. હવે સમસ્યા એ છે કે ફ્રીઝમાં તાપમાનની સંખ્યા લખેલી હોય છે. કોઈ સ્પષ્ટ તાપમાનનો નંબર નથી હોતો. એવામાં આપણે ફ્રીઝ 1 થી 5માં ક્યાં નંબરે ચલાવવુ જોઈએ એ એક મોટો સવાલ છે.
આમ તો દરેક ફ્રિજ કંપની અને મોડેલમાં 1 થી 5 નંબરનું તાપમાન અલગ અલગ હોઈ શકે છે. પણ એક સામાન્ય રીતે જોઈએ તો આપણે ફ્રીજને 4 કે 5 નંબર પર ચલાવવું જોઈએ. આ ભારતીય વાતાવરણ અનુસાર આ યોગ્ય તાપમાન છે. આમ તો જો તમે ઇચ્છો તો, તમે તમારા ફ્રીજ સાથે આવેલ કાગળ વાંચીને એ જાણી શકો છો કે કયો નંબર કેટલું તાપમાન દર્શાવે છે. કે પછી તમે ફ્રીજ કંપનીની વેબસાઈટ પર જઈને પણ આ જાણકારી મેળવી શકો છો.
આ બધી વસ્તુઓ સિવાય એ પણ મહત્વ ધરાવે છે કે તમારા ફ્રિજમાં કેટલુ ભોજન છે. તમે એક દિવસમાં કેટલી વાર ફ્રિજનો દરવાજો ખોલો છો? તમે ફ્રીજ કઈ જગ્યાએ રાખ્યું છે? તમારા વિસ્તારમાં તાપમાન શું છે. જણાવી દઈએ કે ખાલી ફ્રિજ કરતાં ભરેલું ફ્રિજ વધુ ઠંડક આપે છે. પણ તેને ઓવરફીલ પણ ન કરો. ઓવરફિલિંગ એર સર્ક્યુલેશનને રોકે છે.