રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ચક્રવાત બિપરજોય કારણે આ વખતે ચોમાસુ લંબાય તેવી શક્યતા છે. કેરળમાં દર વર્ષે 1 જૂનથી ચોમાસુ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે પણ ચોમાસું 8 જૂન પછી કેરળમાં પહોંચ્યું છે

ચોમાસાની 2023ની વાત કરીએ તો, ગુજરાત વાસીઓએ હવે ચોમાસાની રાહ જોવી પડશે. ચોમાસું ક્યારે આવશે તે હજુ સ્પષ્ટતા નથી. મુંબઈમાં ચોમાસાનું આગમન બાદ જ ગુજરાતમાં ચોમાસું પહોંચશે. જો કે વાતાવરણના ભેજના કારણે આજથી 4 દિવસ સુધી અમુક જગ્યાએ વરસાદ પડશે. છોટાઉદેપુર, ડાંગ, તાપીમાં વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળછાયું વાતાવરણ રહેશે પણ વરસાદ નહીં પડે.

ખેડૂતમિત્રો ચોમાસાની હજુ પણ જોવી પડશે રાહ?

હવામાન આગાહી કરતી એજન્સી પાસે ચોમાસાને લઈને કોઈ માહિતી નથી, હવે રાજ્યના ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. આ વખતે ચક્રવાત બિપરજોયના કારણે ચોમાસુ લંબાય તેવી શક્યતા છે. કેરળમાં દર વર્ષે 1 જૂનથી ચોમાસુ શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ચોમાસું 8 જૂન પછી કેરળમાં પહોંચ્યું હતું, પરંતુ મોનસૂન ગુજરાતમાં ક્યારે પહોંચશે તેને કોઈ માહિતી હવામાન વિભાગ આપી નથી

વલસાડના વરસાદી હવામાન ગુજરાતના કેટલાક ભાગોમાં ચક્રવાત બિપરજોયનો ખતરો ટળી ગયો. જો કે ગુજરાતના કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી સંભાવના વ્યક્ત કરી છે. વલસાડ, ડાંગ, તાપી સહિતના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી અસર હેઠળ છે. વલસાડના અનેક વિસ્તારમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.

વધુમાં વાંચો :- યુલિપ પ્લાન શું છે અને શા માટે તેને રોકાણ માટે વધુ સારું માનવામાં આવે છે? જાણો કેમ

વલસાડમાં ભારે પવન અને વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. શાકભાજી માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન છે. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.

સુરતના ઘણા વિસ્તારમાં વરસાદ સુરત શહેરમાં ગઈકાલે હવામાનમાં પલટો આવ્યો હતો. આ ઉપરાંત સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના અઠવા પ્રાંતમાં ભારે વરસાદ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અડાજણ ,પીપલોદ, ડુમસ સિટીલાઇટ માં વરસાદ થાય તેવી શક્યતા છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *