હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહી મુજબ રથયાત્રા દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. પરંતુ હજુ વરસાદની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવા વરસાદન થવાની સંભાવના છે. વાતાવરણમાં ભેજના કારણે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતા છે.

પરંતુ ઓછા વરસાદને કારણે તાપમાનમાં એકથી બે ડિગ્રી વધારો થઈ શકે છે. જોકે, પશ્ચિમી દિશાને કારણે ગરમીનો અહેસાસ ઓછો થઈ શકે છે. દક્ષિણ રાજ્યોમાં આ સમયે ચોમાસાનો વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલનો અંદાજ

હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યું છે કે અષાઢી બીજ સાથે રથયાત્રામાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારે ભેજને કારણે વરસાદી માહોલ રહેશે. તે ભરૂચ, તાપી, ડાંગ,સુરત અને વડોદરામાં પણ પડી શકે છે. હાલમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજ અને પશ્ચિમ-દક્ષિણ પવન ફૂંકાય છે. અને તાપમાનમાં સામાન્ય વધારો થશે. વરસાદી માહોલ પણ ચાલુ રહેશે. અમદાવાદમાં અત્યારે તાપમાન 35 ડિગ્રી છે. તે જ સમયે, તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થઈ શકે છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ કહે છે કે, આજે અષાઢ સુદ બીજે વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદની શક્યતા છે. અષાઢ સૂદ પાંચમની રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, રાજ્યમાં આવનારા દિવસોમાં ભારે વરસાદને કારણે નુકસાન થવાની ભય છે. હવે મૃગશેષ નક્ષત્રમાં વરસાદ ના કારણે પાકોને નુકસાન થવાની સંભાવના છે. આ ચક્ર 27 દિવસ સુધી ચાલશે. કાતર નામની ઈયળ ખેતરમાં ઉભા પાકને ખાય છે.

વધુમાં વાંચો :- મોદી સરકારની આ 3 યોજનાઓથી તમને મોટી બચત અને જબરદસ્ત ફાયદો થશે

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હજુ ચોમાસાની રાહ જોવાઈ રહી છે. દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. મુંબઈ ચોમાસાના આગમન બાદ ગુજરાતની પણ જાહેરાત કરવામાં આવશે. ચક્રવાત બિપોરજોય બાદ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને શક્યતા વ્યક્ત કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *