બંધ ખાતામાં પૈસા પડ્યા છે:જો તમારું બેંક ખાતું ઘણા સમય સુધી ઉપયોગમાં લેવાતું નથી અથવા તો તમે બેંક ખાતાનો ઉપયોગ સાવ બંધ કરો ત્યારે બેંક ખાતું નકામું થઈ જાય છે.
પછી આ એકાઉન્ટ એક્સેસ કરવું મુશ્કેલ બની જતું હોય છે. ઘણી વખત ખાતું બંધ પણ થઈ જાય છે. જો તમારું એકાઉન્ટ ઘણા સમયથી ઉપયોગમાં નથી આવ્યું અને તેમાં પૈસા ફસાયેલા છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.
બંધ ખાતામાં પૈસા પડ્યા છે ?
જો તમારા પૈસા નિષ્ક્રિય ખાતામાં ફસાયેલા છે, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે તમારા પૈસા ઉપાડવા માંગો છો, તો તમે કેટલાક પગલાઓની મદદથી તેને ખૂબ જ સરળતાથી ઉપાડી શકો છો.
જાણો કેવી રીતે પૈસા ઉપાડી શકશો
સૌ પ્રથમ, તમારું ખાતું જે બેંકમાં છે તેને મેઈલ કરવાનો રહેશે કે ઉપયોગ ન કરવાને કારણે તમારું ખાતું બંધ થઈ ગયું છે. તેને એક્ટિવ કરી..
તમારે મેલમાં તમારા KYC દસ્તાવેજો પણ જોડવાના રહેશે.
મેઈલ મોકલ્યાના થોડા દિવસો પછી તમારું એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે.
કેવાયસી માટે તમારે જાતે બેંકની મુલાકાત લેવી પડી શકે છે.
જો તમારું ખાતું અન્ય કોઈ શહેરમાં છે, તો તમે તમારા શહેરની નજીકની બેંક શાખામાં જઈને ખાતાનું KYC કરાવી શકો છો.
વધુમાં વાંચો :- Gandhinagar Jilla Police Recruitment 2023: ગાંધીનગર જિલ્લા પોલીસમાં કાઉન્સેલરની જગ્યા
એકાઉન્ટ એક્ટિવેટ થયા બાદ તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા તમારા પૈસા ઉપાડી શકો છો.
નિષ્ક્રિય અથવા બંધ ખાતાના નાણાં આરબીઆઈમાં જમા થાય છે. આ નાણાંને દાવા વગરની રકમ કહેવામાં આવે છે. દાવો ન કરેલ એટલે જેનો કોઈ વારસદાર નથી.
જો તમે દાવો ન કરેલી રકમની વિગતો જાણવા માગો છો, તો તમને તેની માહિતી બેંકની વેબસાઇટ પર મળશે. નિયમ મુજબ દરેક બેંકે પોતાની વેબસાઈટ પર દાવા વગરની રકમની માહિતી આપવાની હોય છે.