રાયડાની ખરીદી: ખેડૂતોમિત્રો માટે મહત્વના સમાચાર છે જે સાંભળીને ખેડૂત ખુશ થશે, ખેડૂતો માટે મહત્વની વાત એ છે કે કોઈ પણ પાકનું વાવેતર પછી તેના વેચાણ સુધીની વાત આવે પછી તેમને જોઈએ તેવા બજાર ભાવ મળતા નથી, પરંતુ અત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતો પાસે થી રાયડો ટેકાના ભાવે ખરીદી (રાયડાની ખરીદી)કરવામાં આવશે.
રાયડાની ખરીદી
ખેડૂતો માટે સરકાર અવારનવાર યોજનાઓ અને આ રીતે પાક માટેની સમસ્યાનું નિરાકરણ લાવે છે, જેથી ખેડૂતો ખુશ થાય. રાયડાના પાકનું શિયાળામાં વાવેતર સારું જોવા મળ્યું હતું, અને તેની અવાક પણ વધી રહી છે. રાયડાની ખરીદી હવે રજિસ્ટર્ડ થયેલ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે દરે સરકાર ખરીદી કરી રહ્યું છે, જે 7 જૂન, 2023 સુધી ચાલુ રહેશે.
ખેડૂતો માટે સરકાર દ્વારા આ ખાસ નિર્ણય લેવાયો છે, અને રાયડાના ભાવ સારા મળી રહે તે માટે આ વિશે જાહેરાત કરી છે, ગુજરાતમાં રાયડો પકવતા ખેડૂતભાઈઓ પાસે થી ભારત સરકારે પીએસએસ ગાઇડલાઇન પ્રમાણે રૂ.૫૪૫૦ કવીન્ટલ પ્રમાણે ટેકાના ભાવે ખરીદવા માટે ખેડૂતોભાઈઓ એ રજીસ્ટ્રેશન કરાવશે હોય તેવા ખેડૂતોના રાયડાના બજાર ભાવ સારા ને વધુ મળી રહેશે.
આ રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો પાસે થી ટેકાના ભાવે સરકાર ખરીદી સીમિત સમય સુધી કરશે, આ માટે ખેડૂતો એ ૭ જૂન, ૨૦૨૩ સુધી વેચાણ ચાલુ રહેશે તો તે મુજબ ખેડૂત મિત્રોએ રાયડાનું વેચાણ કરવું
તદુપરાંત, જે ખેડૂત મિત્રોએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવેલ નથી અને તેમને ટેકાના ભાવે વેચાણ કરવું હોય તો તેઓ ખેડૂતોભાઈઓ એ ગુજકોમાસોલમાં નિયત કરેલા ખરીદ કેન્દ્ર ઉપર સ્થળ પર નોંધણી કરાવી શકે છે અને તે મુજબ રાયડાનું વેચાણ સરળતા થી કરી શકે છે.
વધુમાં વાંચો :-સરકાર નો મોટો નિર્ણય કમોસમી માવઠાના કારણે નુકસાન થયેલ ખેડૂતોને સહાય મળશે.
બજારમાં રાયડાનો હાલનો ભાવ રૂ. 5032 પ્રતિ કવીન્ટલ છે, જે ટેકાના ભાવ કરતા વધુ છે. 418 પ્રતિ કવીન્ટલ નીચો આવ્યો છે. તેથી જ કૃષિ નિયામક દ્વારા રાયડાનું ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીમાં સક્રિય ભૂમિકા ભજવવા વિનંતી કરી છે, જેથી ખેડૂતોને ફાયદો થાય અને તેમને જોઈએ તે મુજબ ભાવ મળી રહે.