જો તમે પણ પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડમાં રોકાણ કર્યું છે, અથવા તો તમે વિચારતા હોવ કે PPF માં ખાતું ખોલવું છે તો PPF ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કારણ કે હવે PPF ધારકોને ડબલ વ્યાજનો લાભ મળવાનો છે.
આ માહિતી સરકારની ઓફિષિયલ માહિતીમાં જણાવવામાં આવ્યું છે. મિડીયા રિપોર્ટ નું માનીએ તો PPF એકાઉન્ટ માં રોકાણ કરવું એ હજુ પણ ફાયદા કારક છે. આમાં સારા વળતરની સાથે, મેચ્યોરિટી પર મોટો ફાયદો થશે.
1.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળશે
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમના રોકાણને E-E-E શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. એટલે કે આ સ્કીમમાં તમને પાકતી મુદત મળતી રકમ રકમ સંપૂર્ણપણે ટેકસ ફ્રિ રહેશે. જો તમે PPF સ્કીમમાં રોકાણ કર્યું છે, અથવા તો આ સ્કીમમાં રોકાણ કરવાના છો તો તમને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિ મળે છે.
PPF ધારકોને આમાં ડબલ વ્યાજનો લાભ મળશે
જો તમારા લગન થઈ ગયા છે અને તમે તમારી પત્ની સાથે આ યોજનામાં રોકાણ કરો છો, તો તમે બમણું વળતર મેળવી શકો છો
નિષ્ણાતનો અભિપ્રાય શું છે ?
નિષ્ણાત પાસેથી એમને મળેલી માહિતી અનુસાર, PPF ધારકો જે રોકાણ કરો છે તેમા તેમને બે ઓપ્શન મળશે. તમે તમારા ખાતામાં 1.5 લાખ રૂપિયા અને બીજા નોમિની નાં નામે ખોલેલા ખાતામાં 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આમ તમને બે ખાતા પર સ્કિમનો ડબલ લાભ મળશે. તેમજ, તમે કોઈપણ એક એકાઉન્ટ પર 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ પણ લઈ શકો છો.
બંને ખાતા ટેકસ ફ્રી રહેશે
જ્યારે પણ તમે તમારા પાર્ટનરના નામે PPF ખાતું ખોલો છો, ત્યારે PPF ધારકોના બંને ખાતા ટેકસ ફ્રી રહેતા હોય છે. આ સાથે તમને બંને ખાતા પર ડબલ વ્યાજનો લાભ મળશે.
વાંચો વધુમાં :- ટેક્સ સેવિંગ FD કે પોસ્ટ ઓફિસ સ્કીમ, જાણો તમને કેટલો ફાયદો થશે ?
દંપતીઓને મળશે ડબલ લાભ
જો તમારા લગન થઈ ગયા છે, તો તમને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં ડબલ વ્યાજનો લાભ મળશે. જ્યારે દંપતીઓનું પીપીએફ ખાતું પરિપક્વ થાય છે, ત્યારે તમારા જીવનસાથીના ખાતામાં પ્રારંભિક રોકાણની આવક વર્ષ-દર-વર્ષના આધારે તમારી આવકમાં ઉમેરવામાં આવશે. આ ક્વાર્ટરમાં સરકારે 7.1 ટકાનો દર નક્કી કર્યો છે.