PPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર PPF ખાતા સાથે આધાર લિંક કરાવવું જરૂરી છે, નહીં તો ખાતું લૉક થઈ જશેમીત્રો આજનાં આ આધુનિક યુગમાં સિસ્ટમ બધી ઓનલાઈન થઈ રહી છે, જેના થકી આપણા મોટા ભાગના જરૂરી કામો સરળ બની રહ્યા છે.
પરંતુ આ ઑનલાઇન દુનિયાના જેટલા લાભ છે એટલા જ ગેર લાભો પણ છે. જેથી PUBLIC PROVIDENT FUND દ્વારા ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને ખાતાધારકોને બચાવવા માટે કેન્દ્ર સરકારે પબ્લિક PPF ખાતાધારકો માટે મહત્વના સમાચાર PPF ખાતા સાથે આધાર લિંક કરાવવું જરૂરી છે, નહીં તો ખાતું લૉક થઈ જશેપ્રોવિડન્ટ નાં ખાતા ધારકોને PPF ખાતું આધાર કાર્ડ ખાતા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
નાણા મંત્રાલયે 31 માર્ચ, 2023ના રોજ પબ્લીક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાનો એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. જો PPF ખાતું આધાર કાર્ડ સાથે લિંક નહિ કરો તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ એ વધુ વ્યાજ આપતી લોકપ્રિય સરકારી યોજનાઓમાંની એક છે. આ યોજનામાં 15 વર્ષની રોકાણ મર્યાદા સાથે વાર્ષિક મહત્તમ રૂ. 1.5 લાખ જમા કરી શકાય છે. આ રકમ પર 7.1 ટકાના દરે વ્યાજ દર લાગુ થાય છે. આ રીતે, 15 વર્ષ માટે દર વર્ષે 1.5 રૂપિયા જમા કરવામાં આવે છે, જેના પર વાર્ષિક વ્યાજ દર 10,650 રૂપિયા છે.
PPF ખાતા સાથે આધાર લિંક કરાવવું જરૂરી છે
નાણા મંત્રાલયે તમામ સ્મોલ સેવીંગ સ્કીમ અને પોસ્ટ ઓફિસ યોજનાના રોકાણકારો માટે આધાર લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો PPF રોકાણકારે 31 માર્ચ, 2023 પહેલા ખાતું ખોલાવ્યું હોય
અને તેણે પોતાનો આધાર નંબર એકાઉન્ટ ઓફિસમાં જમા કરાવ્યો ન હોય, તો તેણે 1 એપ્રિલ, 2023થી આવતા છ મહિનાની અંદર આધાર સબમિટ કરવું પડશે. છ મહિનાનો સમયગાળો 30 સપ્ટેમ્બર 2023ના રોજ પૂરો થશે.
જો PPF ખાતું આધાર સાથે લિંક ન હોય તો શું?
નાણા મંત્રાલયના નિર્દેશો અનુસાર, જો આધાર નંબર પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવામાં નહીં આવે જ્યાં પીપીએફ ખાતું ખોલવામાં આવ્યું છેતો એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે.
વધુમાં વાંચો :- લૉન્ચ થયા પછી પહેલીવાર વધી આ મારુતિ SUVની કિંમત! આપે છે 28Kmની ઉત્તમ માઈલેજ
જેથી PPF ખાતા ધારકોને નીચે જણાવેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 15 વર્ષ બાદ જે તમે પૈસાનું રોકાણ કર્યું છે તેના વ્યાજની રકમ PPF ખાતાધારકના ખાતામાં જમા કરવામાં નહીં આવે.
રોકાણકાર તેના PPF ખાતામાં પૈસા જમા કરાવી શકશે નહીં.
પાકતી મુદતની રકમ રોકાણકાર દ્વારા આપેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં નહિ આવે.