જો તમે કોઈ સારી જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગો છો, તો આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કરોડપતિ બનાવી નાખશે. આ યોજના પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના છે.
સેફ્ટી વાળું રોકાણ
આ સ્કીમની મોટી ખાસિયત એ છે કે તેમાં તમારું રોકાણ સંપૂર્ણપણે સેફ છે. આ વ્યાજ દરો સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા છે, જેની સમીક્ષા ત્રણ મહિનાના અંતરાલે કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે હાલમાં પોસ્ટ ઓફિસમાં પીપીએફ સ્કીમ પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
બેંક શાખામાં PPF ખાતું ખોલાવી શકાય
તમે પોસ્ટ ઓફિસ અથવા બેંક શાખામાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતું ખોલાવી શકો છો. આ ખાતું માત્ર રૂ.500થી ખોલી શકાય છે. જેમાં વાર્ષિક 1.50 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. આ ખાતાની પાકતી મુદત 15 વર્ષની છે.
દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરવું પડશે
જો તમે PPF ખાતામાં દર મહિને 12,500 રૂપિયા જમા કરો છો અને તેને 15 વર્ષ સુધી જાળવી રાખો છો, તો તમને મેચ્યોરિટી પર કુલ 40.68 લાખ રૂપિયા મળશે. આમાં તમારું કુલ રોકાણ 22.50 લાખ રૂપિયા હશે, જ્યારે 18.18 લાખ રૂપિયા તમારી વ્યાજની આવક હશે.
આ ગણતરી આગામી 15 વર્ષ માટે વાર્ષિક 7.1 ટકા વ્યાજ દર ધારીને કરવામાં આવી છે. આ વાત ધ્યાને લેવી પડશે. જો વ્યાજ દર બદલાય તો પાકતી મુદતની રકમ બદલાઈ શકે છે.
આ રીતે થશે કરોડોનો નફો
જો તમે આ સ્કીમથી કરોડપતિ બનવા માંગો છો, તો તમારે 15 વર્ષ પછી તેને 5-5 વર્ષ માટે બે વાર લંબાવવું પડશે. એટલે કે હવે તમારા રોકાણનો સમયગાળો 25 વર્ષનો થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન તમારું કુલ રોકાણ રૂ. 37.50 લાખ હશે, જ્યારે તમને વ્યાજની આવક તરીકે રૂ. 65.58 લાખ મળશે.
કર લાભ
PPF યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર લાભ મળે છે. આમાં, સ્કીમમાં 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર કપાત લઈ શકાય છે. પીપીએફમાં મળતું વ્યાજ અને પાકતી મુદતની રકમ પણ ટેકસ ફ્રી છે.
વધુમાં વાંચો :- પોસ્ટ ઓફિસમાં ખાતું છે ? તો જાણી લો આ ખુબ જ કામની માહિતી