પોસ્ટ ઓફિસમાં તમે માત્ર લેટર જ નથી મોકલી શકતા, પરંતુ તમે પોસ્ટ ઓફિસમાં રોકાણ પણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનો ઉપયોગ સુરક્ષિત રીતે રોકડ ઉપાડવા પૈસા જમા કરવા, ખાતામાં નાખવા અને પૈસા ઝડપથી મોકલવા માટે વાપરી શકો છે. ‘
પોસ્ટ ઓફિસમાં ખાતું છે?
આ સિવાય આ ખાતામાં જમા પૈસા પર વ્યાજ પણ મેળવી શકો છો. પોસ્ટ ઓફિસ વિભાગની ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી રહેલા કસ્ટમર તેમના એકાઉન્ટ્સને ઍક્સેસ કરી શકે છે. આ દ્વારા, ગ્રાહકો મિની-સ્ટેટમેન્ટ ચેક કરી શકે છે, તેમના એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે, પૈસા ટ્રાન્સફર કરી શકે છે અને ઘણી બધી યોજનાઓમાં રોકાણ કરીને સારું એવું વળતર પણ કમાઈ શકે છે.
મિસ્ડ કોલ સપોર્ટ
જો તમારે મિસ્ડ કોલની મદદથી ખાતામાં રહેલુ બેલેન્સ જાણવું છે તો ખાતા સાથે લિંક કરેલ મોબાઇલ ફોન પરથી “8424054994” ડાયલ કરો. એકવાર મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જાય પછી, એકાઉન્ટ બેલેન્સ અને મિની-સ્ટેટમેન્ટ વિગતો મેળવવા માટે “8424054994” પર મિસ્ડ કોલ આપો તમારે જોઈતી માહિતી તમને મળી જશે.
ઓનલાઈન બેન્કીંગ
પોસ્ટ ઓફિસની ઓફીશિયલ વેબસાઇટ પર જઇને એક એકાઉન્ટ બનાવો. યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરવામાં આવશે. ઈ-બેંકિંગ પોર્ટલ પર લોગિન કરો અને યુઝર આઈડી અને પાસવર્ડ નાખો. હવે તમારા નંબર પર એક OTP આવશે. ચેક કરવા માટે OTP દાખલ કરો. હવે તમારું એકાઉન્ટ પસંદ કરો જેના પછી તમે તમારું એકાઉન્ટ બેલેન્સ જોઈ શકશો.
ઈ-પાસપોર્ટની સુવિધા
તમારા સ્માર્ટફોન પર, પોસ્ટ ઓફિસ એપ ઇન્સ્ટોલ કરો અને લોગ ઇન કરો. “મોબાઇલ બેંકિંગ” પર નેવિગેટ કરો, તમારી એકાઉન્ટ માહિતી સાથે લોગ ઇન કરો અને પછી “proceed” બટન પર ક્લિક કરો. એકવાર તમે તમારા એકાઉન્ટ ડેશબોર્ડ પર જાઓ, પછી “બેલેન્સ અને સ્ટેટમેન્ટ” હેઠળ “સ્ટેટમેન્ટ” પર ક્લિક કરો. હવે તમે જે સ્ટેટમેન્ટ જોવા માંગો છો તે સમયમર્યાદા પસંદ કરો અને તેને ડાઉનલોડ કરી શકો છો.
SMS
બેલેન્સ ચેક કરવા માટે SMS નો ઉપયોગ કરતા પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે, પોસ્ટ ઓફિસ બચત અથવા ચાલુ ખાતા સાથે લિંક કરેલ મોબાઇલ માંથી “7738062873” નંબર પર “REGISTER” લખીને મોકલો. સાઇન અપ કર્યા પછી, તમે તમારું એકાઉન્ટ બેલેન્સ જોવા માટે નંબર પર “બેલેન્સ” લખી શકો છો. તમારું મિની સ્ટેટમેન્ટ ચકાસવા માટે નંબર પર “મિની” ટાઈપ કરો. તમારે જોઈતી માહિતી તમને sms દ્વારા મોકલવામાં આવશે.
વધુમાં વાંચો :- ક્યાંક તમારા વાહનનું તો ઈ-ચલાણ નથી કપાઈ ગયુંને? ઘરે બેઠા આ રીતે કરો ચેક
મોબાઇલ એપ- IPPB
IPPB એપ ડાઉનલોડ કરો અને તમારો એકાઉન્ટ નંબર અને ગ્રાહક ID દાખલ કરો. રજિસ્ટર્ડ નંબર પર OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરો, MPIN સેટ કરો હવે તમે એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકશો.