FD પર વ્યાજદરમાં વધારો : મોટા ભાગના દરેક લોકો ઈચ્છતા હોય છે કે જો તેની પાસે યોગ્ય રકમ હોય, તો તે બેંકમાં FD કરે, કારણ કે વ્યાજની કમાણી સારી રીતે થાય છે. દેશની મોટી બેંકો પણ FD કરનારા રોકાણકારોને સારા વ્યાજના રૂપમાં નફો આપતી હોય છે.
જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે. હવે PNBએ FDમાં રોકાણ કરનારા ખાતાધારકોને મોટી ભેટ આપી છે, PNBએ હવે FD પરના વ્યાજ દરમાં ધરખમ વધારો કરી દિધો છે.
FD પર વ્યાજદરમાં વધારો કર્યો
દેશની બીજી સૌથી મોટી બેંકોમાં PNB Bank નો સમાવેશ થાય છે, જેને હવે FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે, જેના કારણે ખાતાધારકોને બમ્પર લાભ જોવા મળશે. બેંકે 2 કરોડ રૂપિયાથી લઈને 10 કરોડ રૂપિયા સુધીની FD પર વ્યાજ વધાર્યું છે.
બેંકે 7 થી 45 દિવસની એફડીનો વ્યાજ દર 0.50 ટકાથી વધારીને 5.50 ટકાથી 6.00 ટકા કરવાની જાહેરાત કરી છે. આ સાથે બેંકે 46 થી 90 દિવસની બલ્ક એફડી પર વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
આ કારણે વ્યાજ દર 5.50 ટકાથી વધારીને 6.25 ટકા કરવામાં આવ્યો છે. સાથે જ 6 મહિનાથી એક મહિના સુધીની FD પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો છે.
વધુમાં વાંચો :- GSRTC વિવિધ જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ-17 મે 2023
આ રોકાણકારોને આટલો નફો મળશે
જો તમે 1 વર્ષથી 2 વર્ષ સુધી બલ્ક FD કરો છો, તો વ્યાજ 6.50 ટકા હશે. આ સિવાય 2 વર્ષથી 3 વર્ષ સુધીની બલ્ક FD પર વ્યાજદર 6.50 ટકા નક્કી કરવામાં આવ્યો છે.