પીએમ પોષણ યોજના:દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે.

જો તમે ગુજરાતી છો અનેએ કામની તલાશમાં છો તો તમારા માટે એક ખુશ ખબરી છે જણાવી દઈએ કે પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.

પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર

સંસ્થાનું નામ પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ગાંધીનગર, ગુજરાત
ઇન્ટરવ્યૂની તારીખ 06 મે 2023
નોટિફિકેશનની તારીખ 21 એપ્રિલ 2023
ઓફિશિયલ વેબસાઇટ ની લિંક https://mdm.gujarat.gov.in/

આ પોસ્ટ માટે બહાર પડી જગયા

પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે બહાર પાડવામાં આવેલ પોસ્ટમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (એડમીન)અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી) માટે જગયા બહાર પડી છે.

જો કે મહત્વનું છે કે પ્રધાનમંત્રી પોષણ યોજના કચેરી માટેની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી છે એ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગરની આ ભરતીમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (એડમીન)ની પોસ્ટ પર અરજી કરવા માટે ઇચ્છુક લોકોએ એમ.બી.એ કરેલું હોવું જોઈએ.

આ સાથેજ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી)ની પોસ્ટ પર અરજી કરવા માટે ઇચ્છુક લોકોએ માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા એમ.એસ.સી (આઇટી) અથવા કમ્પ્યુટર વિષય સાથે ડિગ્રી હોવી જોઈએ.

પ્રધાનમંત્રી પોષણ યોજના કચેરી, ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ માસિક 25,000 પગાર આપવામાં આવશે અને ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

આ સાથે જ એમ પણ જાણ કરવામાં આવી છે કે આ ભરતીને લઈને વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવો જોઈએ.

વધુમાં વાંચો :- Pashu Khandan Sahay Yojana: 250 કિલો મફત ખાણદાણ સહાય પશુપાલકો જલ્દી જ લાભ લેવા અરજી કરો

આ માટે કોઈ અરજી કરવાની જરૂર નથી ઇચ્છુક ઉમેદવાર આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 06 મે 2023 સવારે 11:00 વાગ્યાથી તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે કમિશનર, પીએમ પોષણ યોજનાની કચેરી, ગાંધીનગર, બ્લોક નંબર 14/1, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે હાજર રહેવું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *