અત્યારે મોટો એવો વર્ગ છે જે બેરોજગાર છે. પરંતું સરકાર દ્વારા તેના માટે કામની યોજના લઈને આવી છે. જો તમે પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોવ તો તમે લોન લઈને પોતાનો બીઝનેસ શરૂ કરી શકો છો. આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કેન્દ્ર સરકાર યુવાનોને રોજગાર શરૂ કરવા માટે 50 હજારથી 10 લાખ સુધીની લોન આપશે.
દેશના વ્યાપારી લોકો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય કરવા માંગે છે, તો આ યોજના હેઠળ લોન પણ લઈ શકે છે. આ સ્કીમમાંથી લોન લઈને તમે પોતાનો બિઝનેસ શરૂ કરી સારી એવી કમાણી કરી શકો છો.
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સરકારની જાણીતી યોજનાઓમાંની એક છે. ઘણા લોકો આ લોન યોજનાનો લાભ લઈ રહ્યા છે. તો તમે પણ તેનો લાભ કેવી રીતે લઈ શકો. તો આવો જાણીએ આ યોજના વિશે.
પીએમ મુદ્રા લોનનો વ્યાજ દર
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કોઈ નિશ્ચિત વ્યાજ દર નથી હોતો. મુદ્રા લોન માટે બેંકો અલગ-અલગ વ્યાજદર વસૂલી શકે છે. સામાન્ય રીતે લઘુત્તમ વ્યાજ દર 12 ટકા છે. 3 પ્રકારની લોન પર ઉપલબ્ધ છે.
લોનમાં શું ફાયદો થશે
નાના વેપારીઓને પીએમ મુદ્રા લોન આપવામાં આવતી હોય છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ખાસ કરીને નાના વેપારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દુકાનદારો, ફળ શાકભાજી વિક્રેતાઓ, નાના પાયાના ઉદ્યોગો, ખાદ્ય સેવા એકમો, સમારકામની દુકાનો, મશીન કામગીરી, ફૂડ પ્રોસેસિંગ એકમો દ્વારા લોન લઈ શકાય છે!
કંઈ બેંકમાં મળશે લોન
યસ ખાનગી બેંકો, વિદેશી બેંકો, ગ્રામીણ બેંકો અને સહકારી બેંકો ગમે ત્યાંથી લઈ શકાય છે! RBI એ 27 જાહેર ક્ષેત્રની બેંકો, 17 ખાનગી બેંકો, 31 ગ્રામીણ બેંકો, 4 સહકારી બેંકો, 36 માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને 25 નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના આપી રહી છે.
વધુમાં વાંચો :- LICની આ સ્કીમમાં દરરોજ 87 રૂપિયાનું રોકાણ કરો, આ રીતે મળશે 11 લાખ
PM મુદ્રા લોન કેવી રીતે મેળવવી?
તમે PM મુદ્રા લોનની અધિકૃત વેબસાઇટ http://www.mudra.org પર જઈ શકો છો. ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તમારે બધી માહિતી ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે. બેંકના બ્રાંચ મેનેજર તમારી પાસેથી કામ વિશે માહિતી લેશે. તેના આધારે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં તમારી અરજી મંજૂર થશે.