ભારતમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી પણ હવે વિશ્વના નેતાઓ પણ વડાપ્રધાન મોદીના વિશ્વાસમાં આવી રહ્યા છે. એવામાં હવે અમેરિકાની સેક્રેટરી ઓફ કોમર્સ એટલે કે વાણિજ્ય મંત્રી જીના રેમોન્ડો પણ પીએમ મોદીના ફેન બની ગયા છે.

જણાવી દઈએ કે જીના રાયમોન્ડો કહે છે કે પીએમ મોદી માત્ર કેટલાક કારણોસર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને પીએમ મોદી એક દૂરંદેશી નેતા છે.

નોંધનીય છે કે અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં ગિના રેમોન્ડોએ કહ્યું કે, ‘મેં તાજેતરમાં પ્રધાનમંત્રી મોદી સાથે એક કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને તેઓ માત્ર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નથી, તેઓ એક વિજનરી નેતા છે.

વાણિજ્ય મંત્રી બન્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી

ભારતના લોકો પ્રત્યે તેમનું સમર્પણ ગજબ છે. એ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માંગે છે અને ભારતને વૈશ્વિક શક્તિ બનવા માટે આગળ લઈ જવા માંગે છે અને તેઓ એમ કરી પણ રહ્યા છે.

જણાવી દઈએ કે ગીના રાયમોન્ડો ગયા મહિને ભારતના પ્રવાસે આવી હતી અને આ દરમિયાન તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓને મળી હતી.

આ સાથે જ બ્રિટિશ સાંસદ, અર્થશાસ્ત્રી, બેન્કરનિકોલસ સ્ટર્ને પણ મોદીજીના વખાણ કર્યા છે. જણાવી દઈએ કે વિશ્વ બેંકના કાર્યક્રમ ‘મેકિંગ ઈટ પર્સનલઃ હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ’ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘પીએમ મોદી વિકાસ અને વૃદ્ધિની સંપૂર્ણ નવી વાર્તા લઈને આવ્યા છે.

વધુમાં વાંચો :- પોસ્ટ ઓફિસની સ્કીમમાં કરો રોકાણ, હવે મળશે વધુ વળતર

મેં નવેમ્બર 2021 માં ગ્લાસગોમાં કોપ 26 માં તેમનું ભાષણ ધ્યાનથી સાંભળ્યું અને તેમાં LiFE સહિત ટકાઉ સ્થિતિસ્થાપકતા અને સર્વસમાવેશક વૃદ્ધિ કેવી દેખાય છે તેના પરિમાણો નક્કી કર્યા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *