સમગ્ર દેશમાં પીએમ મોદીની સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે. તેમની એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કુસુમ યોજના. આ યોજના દ્વારા સરકાર ખેડૂતોને સોલર પંપ લગાવવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. તમારે સોલર પંપ લગાવવા માટે  કુલ કિંમતના માત્ર 20 થી 30 ટકા ખર્ચ કરવો પડશે.

દેશમાં વધી રહેલા પ્રદૂષણનાંજોખમને ધ્યાનમાં રાખીને સરકાર સૌર ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી છે. સરકારનો પ્રયાસ છે કે સામાન્ય લોકોને આ યોજના સાથે જોડવામાં આવે અને તેમને કમાવાની તક મળતી રહે. આ યોજના એટલે કે પીએમ કુસુમ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી.

કુસુમ યોજના 2023

કુસુમ યોજના અંતર્ગત સરકાર આપશે 60% સબસિડી

પીએમ કુસુમ યોજના દ્વારા સરકાર ખેડૂતોને સોલર પેનલ લગાવવા માટે લગભગ 60 ટકા સબસિડી આપે છે. જ્યારે તમને બેંક તરફથી 30 ટકા લોન મળે છે. તમારે ફકત 10,000 રૂપિયા ખર્ચવા પડશે. આ પછી તમે મફત વીજળીનો લાભ લઈ શકો છો. ખેડૂતોને આ યોજનાનો મોટો લાભ મળે છે કારણ કે સિંચાઈ માટે સામાન્ય વીજળી પર તેમની નિર્ભરતા ઓછી છે.

આ રીતે કરી કમાણી

જો કોઈ ખેડૂત પાસે 5 થી 6 એકર જમીન હોય તો તે આ સોલાર પ્લાન્ટ લગાવીને ઓછામાં ઓછા 15 થી 20 લાખ યુનિટ જનરેટ કરી શકે છે. ખેડૂત તેને 3 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે વેચીને વ્યક્તિ 60 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. આટલા મોટા મેદાનમાં સોલર પ્લાન્ટ શરૂ કરવા માટે લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ થશે. તમે આ યોજના દ્વારા વાર્ષિક 40 લાખ રૂપિયા કમાઈ શકો છો. આ સાથે સિંચાઈ માટે પાણી અને વીજળીની સમસ્યા પણ નહિ રહે.

કુસુમ યોજના 2023 1

યોજના માટે અરજી કરવાની પદ્ધતિ-

પીએમ કુસુમ યોજનામાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ https://mnre.gov.in/ ની મુલાકાત લેવી પડશે.

વધુમાં વાંચો :- LICની ધમાકેદાર સ્કીમ, માત્ર 200 રૂપિયાના રોકાણ પર તમને મળશે 28 લાખની મોટી રકમ

આ સાથે તમારે તમારી પ્રોપર્ટી, આધાર કાર્ડ, બેંક ડિટેલ્સ વિશેની માહિતી પણ આપવી પડશે. તમારી જમીન વીજળી સબસ્ટેશનથી 5 કિલોમીટરની ત્રિજ્યામાં હોવી જોઈએ. તો જ તમને આ યોજનાનો લાભ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *