દેશની મોદી સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેનાં થકી ખેડૂતોને આર્થિક મદદ મળી રહે. આ જ ઉદ્દેશ્ય સાથે, Pm Kusum Yojana 2023 હેઠળ ખેડૂતોને સોલાર પંપની સુવિધા પૂરી પાડે છે, જેથી ખેડૂત પાકને યોગ્ય રીતે સિંચાઈ કરી શકે અને ખેતીનો ખર્ચ પણ ઓછો લાવી શકે. આ યોજના અંતર્ગત સોલર પંપ લગાવવા માટે સરકાર દ્વારા 90 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે.
Pm Kusum Yojana 2023 શું મળશે ફાયદો
જો કે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અરજી કરવાની રહેશે. જણાવી દઈએ કે આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 30 ટકા, રાજ્ય દ્વારા 30 ટકા અને અન્ય સંસ્થાઓ દ્વારા 30 ટકા સબસિડી આપવામાં આવે છે. જેમાં માત્ર 10 ટકા જ ખેડૂતોએ આપવાના રહેશે. આ યોજના દ્વારા ખેડૂતોના વીજળી અને ડીઝલ પર થતા ખર્ચની બચત થશે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સિવાય રાજ્ય સરકારો પણ સોલર પંપ લગાવવા માટે 50 થી 90 ટકા સબસિડી આપે છે. પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઈવમ ઉત્થાન મહાભિયાન હેઠળ, હરિયાણા સરકાર દ્વારા સોલર પંપ પર 75 ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આ અંતર્ગત કુલ 5,614 સોલાર પંપ લગાવવાનો ટાર્ગેટ હાથ ધરવામાં આવ્યો છે.
સોલાર પંપથી પૈસા પણ કમાઈ શકો છો.
પીએમ સોલાર પંપ યોજના(Pm Kusum Yojana 2023) દ્વારા ખેડૂતો માત્ર ખેતરમાં સિંચાઈ નહીં કરે પરંતુ કમાણી પણ કરશે. આ યોજના દ્વારા ખેડૂતો 2 મેગાવોટ સુધીનો સોલાર પ્લાન્ટ લગાવી શકશે. સરકાર આ પ્લાન્ટમાંથી પેદા થતી વીજળીને 25 વર્ષ સુધી વીજળી વિભાગને વેચવાની સુવિધા આપવામાં આવશે. આ રીતે ખેડૂતો ખેતીની સાથે સાથે કમાણી પણ કરી શકશે. તેનાથી ખેડૂતોને ડબલ નફો મળશે.
વધુમાં વાંચો :- PM ઉજ્જવલા યોજના 2.0 નું નવું ફોર્મ જાહેર, મફત LPG ગેસ કનેક્શન માટે કેવી રીતે અરજી કરવી, જાણો અહી
Pm Kusum Yojana 2023માં કેવી રીતે અરજી કરવી
આ માટે, પહેલા તમારે https://www.india.gov.in/ પર જવું પડશે.
તે પછી ઓનલાઈન રજિસ્ટ્રાર ફોર્મ ભરો.
આ પછી, જરૂરી માહિતી જેમ કે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, એક ઘોષણાપત્ર, બેંક ખાતાની વિગતો વગેરે ભરો. ત્યાર બાદ તમારી અરજી મંજૂર કરવામાં આવશે.