PM Kisan Yojana: કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો(PM Kisan Yojana) સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવે છે.

આ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને મળેલી રકમ સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. આ અંતર્ગત ખેડૂતોને બે હજારના ત્રણ હપ્તામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Kisan Yojana માં તમારું લિસ્ટમાં નામ તો નથી ને?

પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત એવા ખેડૂતો જ અરજી કરી શકે છે જેઓ રજીસ્ટર્ડ જમીન પર ખેતી કરી રહ્યા છે. આ સાથે જે ખેડૂતો ઈનકમ ટેક્સ ભરે છે તેઓ આમાં અરજી કરી શકશે નહીં. આ યોજનાનો લાભ લેવાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે.

શું બીજાની જમીન પર ખેતી કરનારાઓને લાભ મળશે?

જો કોઈ ખેડૂત ખેતી કરે છે અને તે જમીન તેના માતા-પિતાના નામે નોંધાયેલ છે, તો આવી સ્થિતિમાં તેને આ યોજનાનો લાભ નહીં મળે. આ યોજનાનો લાભ તે ખેડૂતો જ મેળવી શકે છે, જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી છે.

આ સિવાય જો તમને તમારા પૂર્વજો પાસેથી મળેલી જમીન તમારા નામે નોંધાયેલી હોય તો આ યોજનાનો લાભ લઈ શકાય છે.

PM Kisan Yojana

દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમની પાસે પોતાની જમીન નથી અને તેઓ બીજાની જમીન પર ખેતી કરે છે. એવામાં આવા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે.

વધુમાં વાંચો :- કિસાન GPT : ખેડૂતોના લાભ માટે લોન્ચ થઈ નવી ટેક્નોલોજી, જાણો તેના વિશે.

અત્રે નોંધનીય છે કે જો કોઈ ખેડૂતની જમીન તેના પૂર્વજોના નામે અથવા તેના માતા-પિતાના નામે હોય તો આવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા નથી.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના ખાતામાં અત્યાર સુધીમાં 13 હપ્તા મોકલવામાં આવ્યા છે અને હવે આ ખેડૂતો 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આ હપ્તો 26 થી 31 મે સુધી ગમે ત્યારે રિલીઝ થઈ શકે છે.offical site https://pmkisan.gov.in/ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *