પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાં (પીએમ કિસાન યોજના) એ ખેડૂતોમાં તેમજ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી અને લોકપ્રીય યોજનાઓમાં ની એક છે. પીએમ મોદીએ 2018 નાં અંતમાં આ યોજના શરૂ કરી હતી.

આ યોજનાને બીજા એક નામ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનુ નામ છે પીએમ કિસાન યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સીધા બેંક ખાતામાં ડેબિટ કરવામાં આવે છે એટલે કે મોકલવામાં આવે છે.

જેથી ખેડૂતો તે પૈસાનો ઉપયોગ કૃષી ને લગતા કામોમાં કરી શકે છે. 6 હજાર રૂપિયા 4 મહિનાનાં અંતરાલ માં 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાન યોજના 2

જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો અમુક શરતો છે જે પૂરી કરવી પડે છે. જે ખેડૂતો આ શરતો પૂરી કરશે તેને આ યોજનાનો લાભ 100 ટકા મળશે. આ યોજનામાં અમુક દસ્તાવેજો સબમિટ કરવા પડે છે. પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે દરેક ખેડૂતે આ યોજના હેઠળ e kyc કરાવવું ફરજીયાત છે.

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 13 મો હપ્તો ફેબ્રુઆરી, 2023માં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે સરકાર ટૂંક સમયમાં જ આ યોજનાનો14મો હપ્તો ખેડૂત ભાઈઓને તેના બેંક ખાતામાં ડેબિટ કરવામાં આવશે.

14મો હપ્તો બહાર પડે તે પહેલા અમુક શરતો જેનુ પાલન તમારે મરજિયાત કરવું પડશે. જેમાં સૌથી વધુ અગત્યની બાબત ઇ-કેવાયસી સૌથી છે. જો તમે હજુ સુધી e KYC નથી કરાવ્યું તો 14મો હપ્તો તમને નહિ મળે. આમ, તમારે ફરજીયાત e KYC કરાવી લેવું જોઈએ.

સરકારની ઑફિશિયલ જાણકરી મુજબ જે ખેડૂતોએ પીને કિસાન યોજનામાં અરજી કરી છે તેમને ekyc કરાવવું ફરજિયાત છે. PM કિસાન પોર્ટલ પર જઈ OTP મેળવીને eKYC કરી શકાય છે. જો તમારે બાયોમેટ્રિક આધારિત eKYC કરાવું હોય તો નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે

પીએમ કિસાન યોજના

પીએમ કિસાન યોજનામાં ઇ-કેવાયસી કેવી રીતે કરવું?

સૌથી પહેલા તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જવાનું રહેશે.

ત્યાર બાદ હોમપેજ પર આવ્યા પછી, જમણી બાજુએ આવેલા e-KYC વિકલ્પ પર ક્લિક કરો.

હવે તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને search બટન પર ક્લિક કરો.

તમારો મોબાઈલ નંબર દાખલ કરો જે આધાર સાથે લિંક છે.

તમને તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે. તેને ખાલી જગ્યામાં દાખલ કરો.

છેલ્લે સબમિટ પર ક્લિક કરો. તમારું KYC પ્રક્રિયા થઈ જશે.

વધુમાં વધુ :- ટેક્સ સેવિંગ FD કે પોસ્ટ ઓફિસ સ્કીમ, જાણો તમને કેટલો ફાયદો થશે ?

Pm કિસાન e-KYC કરાવવું શા માટે જરૂરી છે?

પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવતા હપ્તા માટે કિસાન યોજનામાં ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના થકી આ યોજનાનો દુરુપયોગ પણ અટકાવી શકે છે કારણ કે આવા ખાતાઓ પણ જોવામાં આવ્યા છે, જે યોજના માટે લાયક ન હોવા છતાં, ખોટી રીતે તેનો લાભ લઈ રહ્યા છે. એવામાં, e KYC આ ખાતાઓને ઓળખવામાં મદદ કરે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *