દેશમાં હાલ પણ ઘણો વર્ગ એવો છે જે ખેતી પર નિર્ભર છે. એવામાં પણ દેશમાં ઘણા ખેડૂતો લોન લઈને ખેતી કરે છે. બીજી તરફ, જો વાવેતર યોગ્ય સમયે તૈયાર ન થતું હોય તો તેમના પર આફતોનો પહાડ તૂટી પડતો હોય છે.
એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આજે અમે એક એવી યોજના વિશે વાત કરીશું જેનો લાભ દેશના કરોડો ખેડૂતો કરી રહ્યા છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના.
આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષીક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દરેક ખેડૂતને આ પૈસા હપ્તા સ્વરૂપે 4 મહિનાનાં અંતરાલે આપવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં કુલ 13 હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. તે જ સમયે, ટૂંક સમયમાં 14મા હપ્તાના પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.
સરકારે હજુ સુધી 14મા હપ્તો રિલીઝ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બીજી બાજુ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મે અથવા જૂન મહિનામાં કરોડો ખેડૂતોના ખાતામાં 14મા હપ્તા માટે પૈસા ખાતામાં જમાં કરી શકે છે.
જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે અરજી કરતી વખતે વેબસાઇટ પર કોઈ ખોટી માહિતી દાખલ કરી હોય અથવા ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હોય તો આ તમારી અરજી નામંજૂર કરવામાં આવશે અને તમને યોજનાનો લાભ નહિ મળે. બીજી તરફ, જે ખેડૂતોએ હજુ સુધી આ યોજના હેઠળ તેમનું ઈ-કેવાયસી કરાવ્યું નથી. તે ખેડૂતોને પણ આ યોજનાનો લાભ નહીં મળે.
આ સિવાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જમીનના રેકોર્ડની ચકાસણી પણ ફરજિયાત કરવામાં આવી છે. જો તમે આજ સુધી જમીનની ચકાસણી નથી કરાવી તો વહેલી તકે કરાવી નાખો. તો જ તમને આ યોજનાનો 14મો હપ્તો મળી શકશે.
વધુમાં વાંચો :- કિસાન GPT : ખેડૂતોના લાભ માટે લોન્ચ થઈ નવી ટેક્નોલોજી, જાણો તેના વિશે.