ગુજરાત રાજ્ય કૃષિ ખેતીક્ષેત્રે નવી નવી પદ્ધતિ થી દેશ અને વિશ્વને નવી દિશા આપે છે. સરકાર એવી નીતિઓ ઘડી રહી છે, જે ખેડૂતલક્ષી નવીન હોય. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ બહાર પડે છે.
ટ્રેક્ટર સહાય યોજના 2023 જેના માટે ikhedut પોર્ટલ બનાવામાં આવ્યું છે.આ યોજનામાં ભાગ લેવા માટે ખેડૂતો ઘરે બેસીને કૃષિ યોજનાઓ માટે અરજી ફોર્મ ભરી શકે છે. શ્રેષ્ઠ બિયારણ, શૂન્ય વ્યાજની લોન મુખ્યત્વે કૃષિ વિકાસ માટે આપવામાં આવે છે.
ટ્રેક્ટર સહાય યોજના 2023
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સબસિડી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં રહેતા ગુજરાતી ખેડૂતોને કૃષિ ટ્રેક્ટર ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. ટ્રેક્ટર સહાય યોજના 2023 એ ગુજરાત સરકાર દ્વારા અમલી ખેડૂત માટેની યોજના છે.
તેથી, ટ્રેકટર સહાય યોજના 2023માં ગુજરાતના એવા ખેડૂતોને સહાય આપવામાં આવશે. આ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. ટ્રેક્ટર સબસીડી યોજના 2023 માટે ઓનલાઈન અરજી કરો. આ યોજના 100% ટકા સરકારી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે સબસિડી આપવામાં આવશે (20 PTO HP સુધી) જે ખેતીમાં ઝડપથી કામ કરી શકે છે.
કૃષિને સંબંધિત તમામ યોજનાઓ અલગ-અલગ પાત્રતા જરૂરીયાતો હોય છે. લાભ લેનાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ. ગુજરાત રાજ્યના નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને અને SC, ST, ઓપન કેટેગરીના અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
ખેડૂત કે જેમની પાસે જમીન અથવા વન અધિકાર નોંધણી છે તેઓ ને લાભ મળશે. ખેડૂતોને માત્ર એક જ વાર આ યોજનાનો લાભ મળશે. ટ્રેક્ટર સહાય યોજના 2023નો લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
વધુમાં વાંચો :- ઘર બેઠા આ રીતે ચેક કરો તમારી જમીન કોના નામે છે, વારસદાર માં કોના કોના નામ છે.
ખેડૂતનો આઈ- ખેડૂત પોર્ટલ 7-12 લાભ મેળવનાર ખેડૂતની આધારકાર્ડની કોપી ખેડૂત SC, ST કેટેગરીના હોય તો જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) ખેડૂતના રેશનકાર્ડની નકલ જો ખેડૂત અપંગ હોય તો વિકલાંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) જમીન 7-12 અને 8-A ના સંયુક્ત ખાતેદારના બનાવમાં અન્ય ખેડૂતનું સંમતિપત્રક આત્માનું રજીસ્ટ્રેશન કરેલ હોય તો બેંક ખાતાની કોપી સહકારી મંડળીના સભ્યની વિગત (જો લાગુ હોય તો) દૂધ ઉત્પાદક મંડળીના સભ્યની વિગત (જો લાગુ હોય તો)