કેન્દ્ર સરકાર ઘણી યોજનાઓ દેશમા ચલાવી રહી છે, જેમાં ગરીબોને આર્થિક મદદથી લઈને મફત રાશન સુધીની સુવિધાઓ આપવામાં આવતી હોય છે. એવામાં જનધન ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે.
જનધન ખાતા ધારકો ને કેન્દ્ર સરકાર રૂ. 10,000 આપશે. દેશના 47 કરોડથી વધુ જનધન ખાતાધારકોને આનો લાભ મળશે, પરંતુ જો તમારે આ પૈસા માટે અરજી કરવી પડશે.
જનધન ખાતાથી 47 કરોડ લોકોને સીધો ફાયદો થશે
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 47 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. હવે સરકાર પ્રધાનમંત્રી જન ધન ખાતા પર 10,000 રૂપિયા આપી રહી છે. તેમજ સરકારે આ ખાતા પર વીમાની સુવિધા પણ આપી છે.
10,000 રૂપિયા કેવી રીતે મળશે?
તમને જણાવી દઈએ કે જો તમે જન ધન ખાતું ખોલાવ્યું છે, તો તમને સરકાર તરફથી ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી હોય છે. આ સુવિધા અંતર્ગત, જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ તમે 10,000 રૂપિયા ઉપાડી શકો છો. પહેલા માત્ર 5000 રૂપિયામાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી હતી, પણ હવે સરકારે આ મર્યાદા વધારીને 10,000 કરી નાખી છે.
વધુમાં વાંચો :- સરકારની મોટી જાહેરાત! PPF ધારકોને લોટરી, હવે મળશે ડબલ વ્યાજ
જાણો શું છે સ્કીમની ખાસિયત-
1. 18 વર્ષથી 40 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.
2. આ સ્કીમના પૈસા તમને 60 વર્ષની ઉંમરે મળે છે.
3. આમાં ખાતામાં એક વર્ષમાં 36000 રૂપિયા ટ્રાન્સફર થાય છે.
4. જો તમારી માસિક આવક 15000 રૂપિયાથી ઓછી છે તો જ તમે ઓવર ડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈ શકો છો.
ખાતું ક્યાં ખોલાવું ?
આ ખાતું પ્રાઈવેટ કે પબ્લિક સેક્ટર કે સરકારી બેંકમાં ગમે ત્યાં ખોલાવી શકો છો. આ ઉપરાંત, જો તમારી પાસે પહેલેથી બચત ખાતું છે, તો તમે તે ખાતાને જન ધન ખાતામાં પણ બદલી શકો છો.