દેશમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નાના થી લઈને ગરીબ વર્ગ માટે કોઈને કોઈ યોજનાઓ અમલમાં લાવતી હોય છે. જેમાં પીએમ આવાસ યોજનાનું નામ પણ શામેલ છે.

પીએમ આવાસ યોજનાને લઈને મોટા સારા સમાચાર આવી રહ્યા છે. તમામ જણાવી દઈએ કે પીએમ આવાસ યોજનાની રકમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. જો તમે આ માટે અરજી કરી છે, તો તરત જ ચેક કરો કે તમારા ખાતામાં કયા દિવસે પૈસા આવવાના છે.

સરકાર પીએમ આવાસ યોજનાને તમામ લોકો સુધી પહોંચાડવા માંગે છે. એટલા માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા 355 કરોડ 34 લાખ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

પીએમ આવાસ યોજના 2023 scaled

મધ્યપ્રદેશ સરકારે હવે પીએમ આવાસ યોજનાના પૈસા બહાર પડ્યા છે. લગભગ 35 હજાર 580 લોકોને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પૈસાથી પોતાનુ ઘરનું ઘર આપવામાં આવશે.

પીએમ આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે?

પીએમ આવાસ યોજના હેઠળ 3 લાખથી ઓછી આવક ધરાવતા લોકો જેમની પાસે મકાન નથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે 2.50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે. જેમાં ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવે છે.

પ્રથમ હપ્તો રૂ.50 હજાર, બીજો હપ્તો રૂ. 1.50 લાખ અને સરકાર ત્રીજા હપ્તા તરીકે રૂ. 50 હજાર આપે છે.  કુલ રૂ. 2.50 લાખમાંથી રૂ. 1 લાખ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જ્યારે રૂ. 1.50 લાખની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે.

પીએમ આવાસ યોજના 2023

તમને જણાવી દઈએ કે આ યોજના 2015માં પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. સરકારની આ યોજના ગરીબો અને જરૂરિયાતમંદોને પાકાં મકાનો આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત દેશના કરોડો લોકોને તેમના ઘર મળી ચૂક્યા છે.

વધુમાં વાંચો :- પોસ્ટ ઓફિસની સ્કીમમાં કરો રોકાણ, હવે મળશે વધુ વળતર

યોજના માટે કેવી રીતે અરજી કરવી

પીએમ આવાસ યોજનામાં અરજી કરવા માટે, પહેલા pmaymis.gov.in ની વેબસાઇટ પર જવું પડશે.

આ પછી તમને ‘સિટીઝન એસેસમેન્ટ’નો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી, રોકાણ અનુસાર વિકલ્પ પસંદ કરો.

આ પછી આધાર નંબર ભરો અને ચેક ઓપ્શન પર ક્લિક કરો.

આ પછી ઓનલાઈન ફોર્મ ખુલશે.

જેના પર તમામ માહિતી ભરો.

અરજી ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

સબમિશન કર્યા પછી તમને તમારી સ્ક્રીન પર એપ્લિકેશન નંબર મળશે. જેની કોપી તમારે લઈ લેવાની રહેશે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *