Pashu Khandan Sahay Yojana:

ગુજરાતમાં પશુપાલકો નો વ્યાપ દિન-પ્રતિદિન વધારવો અત્યંત જરૂરી છે. જેના માટે સરકારે પશુપાલકો માટે (Pashu Khandan Sahay Yojana) જેવી અનેક યોજનાઓ બહાર પડી રહ્યા છે. પશુપાલકો ગાયો અને ભેંસોને પૌષિટક ખોરાક પૂરો પાડે છે. આ ખોરાક સ્થાનિક ડેરી સમુદાયમાં ચારામાંથી મેળવી શકાય છે.

સગર્ભા ગાયોને ઘાસચારો પૂરો પાડવા માટે પશુ ખાણદાણ સહાય યોજના 2022 શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે વપરાશકર્તાએ દૂધ મંડળીનો સભ્ય હોવો આવશ્યક છે. આ યોજના અંતર્ગત પશુપાલકોના સગર્ભા ગાયોને 250 કિલો ખાણદાણ વિનામૂલ્યે સહાય આપવામાં આવશે.

Pashu Khandan Sahay Yojana

ખાણદાણ સહાય યોજના (Pashu Khandan Sahay Yojana)માટે પશુપાલન વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

લાભ લેનાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો આવશ્યક છે.

લાભ લેનાર પશુપાલક હોવો જોઈએ.

પશુપાલક પાસે પોતાની ગાયો અને ભેંસ હોવી જોઈએ.

ગાયો અને ભેંસો ગર્ભવતી છે.

લાભ લેનાર ડેરી મંડળીના સભ્ય હોવો જોઈએ.

પશુપાલક લાભ લેનાર આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લાભ મળશે.

આઈ- ખેડૂત પોર્ટલ હેઠળ સ્કીમનો લાભ લેવા પહેલા ભાગ લીધેલ વિગતો દર્શાવવાની પડશે.

ઓનલાઇન અરજી આઈ- ખેડૂત પોર્ટલ દ્વારા કરવાની રહેશે.

દરેક પશુપાલક ને કુટુંબ દીઠ એક વર્ષમાં એક વાર સહાય મળી શકે છે.

જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત ખાણદાણ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ભાવે વિતરણ કરવામાં આવે છે.

Pashu Khandan Sahay Yojana

આઈ- ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની અરજી શરૂ કરવામાં આવી છે. સગર્ભા પશુઓને માટે 250 કિલો મફત ખાણદાણ સહાય (Pashu Khandan Sahay Yojana)મેળવવા માટે નીચેના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.

1. આધારકાર્ડની કોપી

2. જાતિ પ્રમાણપત્ર

3 લાભ લેનાર ખેડૂત એસ.સી. જાતિ ના હોય તો જાતિનું પ્રમાણપત્ર

4 લાભ લેનાર ખેડૂત એસ.ટી. જાતિ ના હોય તો જાતિનું પ્રમાણપત્ર

5. જો ખેડૂત વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર

6. બેંક એકાઉન્ટ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોય તે

8 તમારી પાસે કેટલા પશુ છે. તે વિશે ની વિગત/ દાખલો

9. આગળના વર્ષમાં ભાગ લીધેલ હોય તો તે વિશે માહિતી

10, દૂધ ઉત્પાદક સંઘના સભ્ય હોય તો તે વિશે માહિતી

11. મોબાઈલ નંબર

12. રેશનકાર્ડની કોપી

અરજી કરવા માટે સ્ટેપ્સ:

સૌથી પહેલા ગૂગલ સર્ચમાં “ikhedut” લખો.

ગૂગલ સર્ચ માંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલો.

Ikhedut પોર્ટલ ખુલ્યા બાદ “યોજના” પર ક્લિક કરો.

યોજના પર ક્લિક કર્યા પછી, 2 નંબર પર “પશુપાલન યોજના” ખોલો.

પશુપાલન યોજનાના ખુલ્યા બાદ તેની તમામ યોજના બતાવશે.

જેમાં એક “પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય” જોવા મળશે.

અને તેમાં જ્ઞાતિ પ્રમાણે તમે “Apply” પર ક્લિક કરીને અમારી યોજના સાઇટ ખુલશે.

તમને પૂછશે કે, શું તમે અરજી કરનાર રજીસ્ટર ખેડૂત છો. “હા” જો તમે સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન કરેલ છે તો, અને ના કરેલ હોય તો “ના” કરવાનું.

વધુમાં વાંચો :-Pm Kusum Yojana 2023, સરકાર 90% સબસિડી આપી રહી છે

જો તમે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને નોંધણી કરાવી હોય તો તમારે કેપ્ચા ઈમેજ દાખલ કરીને અરજી કરવાની રહેશે.

લાભ લેનાર ખેડૂત ikhedut માં નોંધાયેલા ન હોય તો તેમણે ‘ના’ પસંદ કરીને ઓનલાઈન અરજી કરવાની.

પશુપાલક મિત્રો ઓનલાઈન એપ્લિકેશનમાં વિગતો ભર્યા પછી, સેવ એપ્લિકેશન પર ક્લિક કરો.

તે પછી, લાભાર્થીએ ફરીથી વિગતો તપાસવાની અને વિનંતીની પુષ્ટિ કરવાની જરૂર છે. નોંધ કરો કે એકવાર અરજી સ્વીકારવામાં આવે તો અરજી નંબરમાં કોઈ સુધારો કે ઉમેરો કરી શકાશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *