પપૈયું એક એવું ફળ છે જે બાર મહિના જોવા મળે છે. અ સાથે જ નાસ્તામાં આ ફળનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. જણાવી દઈએ કે પપૈયામાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન સી , વિટામિન એ , વિટામિન બી9 , પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે.
આ સાથે જ પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે અને તે કેરોટીનોઈડ નામના સ્વસ્થ એન્ટીઓક્સીડેન્ટનો ઉત્તમ સ્ત્રોત છે. મહત્વનું છે કે પપૈયાનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
પણ શું તમે જાણો છો કે કેટલીક બીમારીઓથી પીડાય છે કે લોકો આ ફળનું સેવન બિલકુલ કરી શકતા નથી .
રોજ પપૈયું ખાવાથી થાય છે આ નુકશાન
એસિડિટી
ગેસ દૂર કરવા માટે લોકો ઘણીવાર આ ફળ રોજ ખાતા હોય છે પણ શું તમે જાણો છો કે તે તમારું પાચન સુધારવાને બદલે તમારી પાચનક્રિયાને બગાડે છે .
ડાયેરિયા
લોકો પાચનક્રિયા સુધારવા માટે રોજ પપૈયું ખાય છે પણ દરરોજ પપૈયાનું સેવન કરવાથી તમને ઝાડા જેવી બીમારી થઈ શકે છે.
ગર્ભાવસ્થામાં પપૈયું ઝેર
ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. માતા ગર્ભાવસ્થા દરમિયાન આ ફળ ખાય તો ગર્ભપાતની શક્યતા વધી જાય છે.
વધુમાં વધુ :- નસકોરાની સમસ્યા થઈ શકે છે ગાયબ, અજમાવી જુઓ બસ આ ઉપાય
એલર્જી
પપૈયાનું દૈનિક સેવન એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે . તેના વધુ પડતા સેવનથી ત્વચામાં સોજો , માથાનો દુખાવો , ખંજવાળ આવી શકે છે.