આવાસ યોજના 2023: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે તાલીમ યોજના, નવો ધંધો કે ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા માનવ ગરિમા યોજના.

કુંવરબાઈનું મામેરું યોજના “વિદેશી ભણવા માટે લોન યોજના હેઠળ તે છોકરીઓ અને વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે. પરંતુ આજે આપણે એવા લોકો માટે ની વાત કરીએ કે જે લોકો પાસે રહેવા માટે ઘર નથી, બેઘર છે અથવા ઝૂંપડપટ્ટીમાં રહે તે માટે ઉપલબ્ધ કરાવવા માટે ચાલતી રહેલી યોજના વિશે વાત કરીશું.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

આજે પાણે નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા સંચાલિત “પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023” વિશે વિગતવાર માહિતી મેળવીશું.

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી યોજનાઓ ચાલી રહી છે. જાતિ કલ્યાણ વિકાસ નિર્દેશાલય દ્વારા આર્થિક રીતે નબળા અને પછાત વર્ગો માટે વિવિધ યોજનાઓ ઓનલાઈન પોર્ટલ ઈ-સમાજ કલ્યાણ પર પણ ચલાવવામાં આવે છે.

જેમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 બેઘર અથવા વંચિતો માટે બહાર પાડવામાં આવી હતી. અમે આ યોજનાના ઓનલાઈન કેવી રીતે અરજી કરવી, દસ્તાવેજો ક્યાંથી મેળવવા તે વિશેની તમામ માહિતી જોઈએ.

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા છે.

લાભ લેનાર ગુજરાતનો રહેવાસી હોવો આવશ્યક છે.

લાભ લેનાર સામાજિક રીતે શિક્ષિત રીતે પછાત વર્ગના હોવા આવશ્યક છે.

અરજદાર વિમુક્ત જાતિનો હોવો જોઈએ.

આ યોજના માં જેમની વાર્ષિક કૌટુંબિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી છે. ગામડાઓ અને નગરોમાં જીવનની મુશ્કેલીઓ હળવી કરવા માટે પ્લોટ ધરાવનાર લોકો માટે આ યોજનાનો લાભ મળી શકે છે.

યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ પાસે કેટલાક દસ્તાવેજો હોવા આવશ્યક છે. ઓનલાઈન અરજી કરતી વખતે અરજદારોએ આ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

વધુમાં વાંચો :- Pm Kusum Yojana 2023, સરકાર 90% સબસિડી આપી રહી છે

લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

અરજદારની જાતિનો કાગળો

આર્થિક રીતે પછાતવર્ગના અરજદારે જ્ઞાતિની વિગતો જોડવાની રહેશે અથવા લિવિંગ સર્ટિફિકેટ આપવાનું રહેશે.

આવકનો દાખલો

રહેઠાણનો પૂરાવો (આધાર કાર્ડ/લાઈટ બીલ/લાઈસન્સ/ભાડાકરાર/ઈલેક્શન કાર્ડ/રેશન કાર્ડ/ આમાંથી કોઈ એક)

જમીનની માલિકીનો આધાર અથવા દસ્તાવેજ

ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી / નગરપાલિકા તલાટી મંત્રી મકાન બાંધકામ સહાય પ્રમાણપત્ર)

જો લાભાર્થી વિધવા હોય તો “વિધવા પ્રમાણપત્ર”

જમીનનો વિસ્તાર દર્શાવતો નકશો. નકશાની નકલ, જે તલાટી, નાયબ મંત્રી દ્વારા સહી થયેલ હોય.

બેંકની પાસબુક / કેન્સલ ચેક

જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય મળશે.

પ્રથમ હપ્તામાં 40,000/- સહાય, બીજા હપ્તા પેટે 60,000/- ની સહાય, ત્રીજા હપ્તા પેટે20,000/- ની સહાય મળવાપાત્ર રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *