મિત્રો કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ માટે તમને 30 જૂન, 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જે લોકોએ પાન ને આધાર સાથે લિંક નથી કર્યું તેનું પાન કાર્ડ નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યું છે. જે લોકોનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે તે લોકો હવે આ 12 પ્રકારના કામો કરી શકશે નહીં. જો તમારે આ કામ કરવા હોય તો તેનો કોઈ ઉપાય છે ખરો ? આવો જાણી લઈએ તમામ માહિતી

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139AA હેઠળ આધાર અને પાન કાર્ડને લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કરદાતાઓના રોકાણો, લોન અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ વિશેની માહિતી એકત્રિત કરવા અને મેચ કરવા માટે પાન કાર્ડ જરૂરી છે.

પાન કાર્ડ નિષ્ક્રિય થતા આ 12 કામ કરવાની થશે મુશ્કેલી

આવકવેરા કાયદાની કલમ 114B સ્પષ્ટપણે જણાવે છે કે દેશમાં કયા વ્યવહારો માટે નાણાકીય વ્યવહારો માટે પાન નંબર આપવો જરૂરી છે. આવી સ્થિતિમાં, જો પાન કાર્ડ નિષ્ક્રિય છે, તો તમારે આ 12 વ્યવહારો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે…

બેંક ખાતું ખોલવા માટે પાન કાર્ડની વિગતો આપવી પડશે, ફક્ત ‘બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ’ ખોલવા માટે પાન કાર્ડની આવશ્યકતામાંથી મુક્તિ મળી શકે છે.

બેંક ખાતામાં 50,000 રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરાવવા માટે પાન કાર્ડ આપવું પડશે. વૈકલ્પિક રીતે, તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પસંદ કરી શકો છો.

શેરબજારમાં કોઈપણ પ્રકારના વ્યવહાર માટે તમારે ડીમેટ એકાઉન્ટની જરૂર છે. ડીમેટ ખાતું ખોલવા માટે પાન કાર્ડની વિગતો જરૂરી છે.

ડેબિટ કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી વખતે પણ તમારે પાન કાર્ડ નંબર આપવો પડશે.

જો વીમાનું પ્રીમિયમ 50,000 રૂપિયાથી વધુ હોય તો પાન કાર્ડ નંબર આપવો પડશે.

હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં એક સમયે રૂ. 50,000 કે તેથી વધુની રોકડ ચુકવણી કરવા માટે PAN વિગતો જરૂરી છે.

એક સમયે 50,000 રૂપિયાથી વધુની વિદેશી ચલણના વિનિમય માટે અથવા વિદેશ પ્રવાસ માટે રોકડ ચુકવણી માટે પાન કાર્ડ નંબર આપવો પડશે.

વધુમાં વાંચો :- ફકત 4 કલાક કામ, LIC એજન્ટ બનીને ઘર બેઠા 70 થી 80 હજાર કમાવાની તક

રૂ. 50,000 થી વધુની મ્યુચ્યુઅલ ફંડ ચુકવણીઓ માટે, તમારે PAN વિગતો પ્રદાન કરવાની જરૂર પડશે.

કંપનીના ડિબેન્ચર અથવા બોન્ડ ખરીદવા માટે 50,000 રૂપિયા ચૂકવવા માટે પાન કાર્ડની વિગતો આપવી પડશે.

ભારતીય રિઝર્વ બેંકમાંથી રૂ. 50,000 કે તેથી વધુના બોન્ડની ખરીદી માટે ચૂકવણી કરવા માટે પાન કાર્ડ આપવું પડશે.

ડિમાન્ડ ડ્રાફ્ટ, પે-ઓર્ડર અથવા બેંકરના ચેક ફોર્મ ખરીદવા માટે બેંકમાંથી એક દિવસમાં રૂ. 50,000 કે તેથી વધુની ચુકવણી કરવા માટે પાન કાર્ડની વિગતો આપવી પડશે.

નાણાકીય વર્ષ દરમિયાન બેંકમાં 50,000 રૂપિયાથી વધુ અને કુલ 5 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે પાન કાર્ડની વિગતો આપવી પડશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *