જો તમે પણ સરકારી કંપનીમાં કામ કરવા માંગો છો, તો અ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડે એક્ઝિક્યુટિવ ટ્રેઇની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ સાથે જ મહત્વની વાત છે કે આ સરકારી કંપનીની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માંગતા ઉમેદવારો GATE 2021/2022/2023 મારફતે અરજી કરી શકે છે.
મહત્વનું છે કે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ છે અને આ ભરતી ડ્રાઈવ એક્ઝિક્યુટિવ ટ્રેઈની માટે 325 ખાલી જગ્યાઓ ભરવા માટે હાથ ધરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા કે ભરતીની વેકેન્સી
- મિકેનિકલ: 123 વેકેન્સી
- કેમિકલ: 50 વેકેન્સી
- ઇલેક્ટ્રિકલ: 57 વેકેન્સી
- ઇલેક્ટ્રોનિક્સ: 25 વેકેન્સી
- ઇન્સ્ટ્રુમેન્ટેશન: 25 વેકેન્સી
- સિવિલ: 45 વેકેન્સી
અ સાથે જ નોંધનીય છે કે આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹500 ચૂકવવાના રહેશે. મહિલા અરજદારો, SC/ST અરજદારો, PWD અને ભૂતપૂર્વ સૈનિકોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વધુમાં વાંચો :- શું તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે? તો તેને મળશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
કેવી રીતે આ સરકારી કંપનીમાં અરજી કરવી
અરજી કરવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ npcilcareers.co.in પર જાઓ.
એ બાદ હોમપેજ પર “NPCIL માં GATE 2021/2022/2023 દ્વારા એક્ઝિક્યુટિવ ટ્રેઇની (2023) ભરતી.
“ઓનલાઈન રજીસ્ટ્રેશન” પર ક્લિક કરો. અને નોંધણી કરો અને એપ્લિકેશન સાથે આગળ વધો.
એ બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.