આગામી પાંચ દિવસ સુધી રાજ્યની જનતાને આકરી ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીની આગાહી કરી છે. અહેવાલો અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી તીવ્ર ગરમીનો મોજું રહેશે.
હવામાન વિભાગે કરેલી ગરમીની આગાહી મુજબ આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે. અમરેલી જિલ્લા માં આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 53% રહેશે, જ્યારે આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી છે.
અરવલ્લીમાં લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જયારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. હવાનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વાતાવરણ 23% ની ભેજ જાળવી રાખશે. ભરુચ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે.
હવામાન વિભાગે કરી ગરમીની આગાહી
ગરમીની આગાહીને લઈને ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે કાળજાળ ગરમી. બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેશે. સાથે જ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી છે.
ડાંગ જિલ્લામાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અંદર છે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી છે. તેથી ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. તે જ સમયે, ગીર સોમનાથમાં સરેરાશ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જામનગર મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને ભેજ – 49% ટકા રહેશે.
તો આજે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ખેડામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી રહેશે. જોકે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.
આજે મહીસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 42 °C છે, લઘુત્તમ તાપમાન 25°C છે. મહેસાણામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહ્યું છે. મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 42 અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે.
નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 38°Cઅને લઘુત્તમ તાપમાન 24°C છે. નવસારીમાં મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 27 નોંધાયું હતું. પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. પંચમહાલ માં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 25 ટકા યથાવત છે.
વધુમાં વાંચો :- કમોસમી વરસાદ બાદ હવે હિટવેવ નો પ્રકોપ છે, વધુ ગરમી માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું.
પોરબંદરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તે જ સમયે, વાતાવરણમાં 53% ભેજ છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. સાથે જ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
સુરેન્દ્રનગર વિસ્તારનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી છે. તાપી જિલ્લો નું હવામાન મહત્તમ 42 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી, વડોદરા જિલ્લાની વાત કરીએ તો મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વલસાડ વિસ્તારમાં મહત્તમ તાપમાન 37 લઘુત્તમ 27 ડિગ્રી પહોંચશે.