FD પર વધુ વ્યાજ જોઈએ છે ? શેમાં રોકાણ કરશો ? બેન્કની અંદર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ હંમેશા રોકાણ નાં ઓપ્શન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમારી પાસે પૈસા છે અને રોકાણ કરવા માંગતા હોવ તો પહેલો પ્રશ્ન એ થશે કે પૈસા રોકવા ક્યાં ? જમીન લઈ લેવી ? દુકાન કરવી ? અથવા પોતાનો ધંધો કરવો વગેરે.
અને જો બેઠા બેઠાં પૈસા કમાવવા હોય તો fd માં કઈ જગ્યાએ પૈસા રોકવા ? આ લાઇનમાં, દેશની મોટી સરકારી બેંક SBI અને પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ પર ઘણા લાભો આપી રહી છે. આવો જાણીએ વિગતે
આ રીતે મેળવો FD પર વધુ વ્યાજ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા પર તમને 6.8 થી 7.5 ટકાની વચ્ચે છે વ્યાજ નાં દર ઉપલબ્ધ રહેશે. ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ દર વર્ષે મળે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય રોકાણકારોને રૂ. 2 કરોડથી ઓછીની FD પર વધુ વ્યાજ જેમકે 3 થી 7 ટકા આપે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 0.5 ટકા વધુ વ્યાજ મળે છે. SBIની અમૃત કલશ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને FD પર 7.6 ટકા સુધીનું વ્યાજ મળે છે.
પ્રી-મેચ્યોર વિથડ્રોઅલ એટલે વચ્ચે વચ્ચે FD તોડવી, જણાવી દઈએ કે પૈસા જમા કર્યાની તારીખથી 6 મહિનાની વચ્ચે પોસ્ટ ઓફિસમાં કોઈ FD તોડી શકાતી નથી.
વધુમાં વાંચો :- ભૂલ્યા તો નથી ને ? મે મહિનામાં ઈનકમ ટેક્સની 4 ડેડ લાઈન, જાણી લો આજે
જો ફિક્સ્ડ ડિપોઝિટ 1 વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હોય પરંતુ 6 મહિના પછી, પોસ્ટ ઑફિસ FD પર બચત ખાતાના વ્યાજ દર ચૂકવાય છે. SBI સમય પહેલા FD તોડવા માટે ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પોસ્ટ ઓફિસમાં FD મેળવવા પર ગ્રાહકોને ઈન્કમ ટેક્સ એક્ટ હેઠળ સમાન રીતે ઈન્કમ ટેક્સમાં છૂટ મળે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં એફડીની મુદત 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની હોઈ શકે છે. પરંતુ પોસ્ટલ પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટ 1, 2, 3 અને 5 વર્ષ માટે ઉપલબ્ધ છે