દેશમાં નવી ટેકનોલોજી આવતા લોકોમાં મોટાભાગનાં કામો સરળ થઈ ચૂક્યા છે. એક સમય હતો જ્યારે બેંકમાંથી પૈસા ઉપાડવા હોય તો ઘણે દૂર સુધી શાખાએ જવું પડતું હતું. પરંતુ હવે તમે આંગળીના ટેરવે બેંકમાંથી અન્ય ખાતામાં પૈસા મોકલી શકો છો. તેમજ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા દરેક માટે ખૂબ જ સરળ બની ગયું છે.

ઈન્ટરનેટ વગર પણ પૈસા થશે ટ્રાન્સફર

કોઈ પણ વ્યક્તિ હવે તેમના મોબાઈલ ફોન દ્વારા સરળતાથી પૈસા સંબંધિત ટ્રાન્જેક્શન કરી શકે છે. UPI 123PAY ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ હેઠળ ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના પણ પૈસા થશે ટ્રાન્સફર કરી શકાય છે. જો તમે વિચારી રહ્યા હોવ કે તમે ઇન્ટરનેટ કનેક્શન વિના ઇન્સ્ટન્ટ UPI ચુકવણી કેવી રીતે કરી શકો છો, તો અમે તમને અહીં જણાવીશું.

IVR

તમે પૂર્વ નિર્ધારિત IVR નંબર્સ (080 4516 3666, 080 4516 3581 અને 6366 200 200) નો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકો છો.

મિસ કોલ

વેપારીના સ્ટોર પર આપેલા ફોન નંબર પર મિસ્ડ કોલ કરો અને તમે હવે પૈસા મોકલી અને રિસિવ કરી શકો છો. તમે વેપારીના નંબર પર મિસ્ડ કોલ આપી શકો છો અને તમને ટ્રાન્ઝેક્શન ઓથેન્ટિકેશન માટે 08071 800 800 પર કોલ આવશે. પછી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારો UPI પિન દાખલ કરો.

ટ્રાન્સફર

IVR નંબર 6366 200 200 પર કૉલ કરો અને પે ટુ મર્ચન્ટ વિકલ્પ પસંદ કરો.  તમારા ફોનને વેપારીના ઉપકરણ પર ટેપ કર્યા પછી, જ્યારે ઉપકરણ વિશિષ્ટ ટોન રેડે છે ત્યારે # દબાવો.  હવે રકમ અને UPI પિન દાખલ કરો.

વધુમાં વાંચો :- ક્યાંક તમારા વાહનનું તો ઈ-ચલાણ નથી કપાઈ ગયુંને? ઘરે બેઠા આ રીતે કરો ચેક

જો કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો હોય અને તેની પાસે ઈન્ટરનેટ કનેક્ટિવિટી નથી, તો ટ્રાન્જેક્શન કરવા માટે તમારા ફોનમાંથી USSD કોડ ‘*99#’ ડાયલ કરવો પડશે. હવે તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા ફોન નંબર પરથી કોડ ડાયલ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *