દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં તેની નવી મારુતિ SUV Grand Vitara ગ્રાન્ડ વિટારા લોન્ચ કરી હતી અને આ કાર ડોમેસ્ટિક માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે જણાવી દઈએ કે ત્યારપછી પહેલીવાર કંપનીએ તેની કિંમતમાં વધારો કર્યો છે.
નોંધનીય છે કે લોન્ચ સમયે આ SUVની કિંમત 10.45 લાખ રૂપિયા હતી જો કે હવે કંપનીએ મારુતિ ગ્રાન્ડ વિટારાની કિંમતમાં 30,000 રૂપિયાનો વધારો કર્યો છે.
એટલે કે મારુતિ ગ્રાન્ડ વિટારાના બેઝ સિગ્મા વેરિઅન્ટની કિંમતો હવે10.70 લાખથી શરૂ થાય છે. અ સાથે જ ડેલ્ટા વેરિઅન્ટની કિંમતમાં લગભગ 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે તેની કિંમત 12.10 લાખ રૂપિયા થાય છે.
આ સાથે જ Zeta અને Alpha વેરિયન્ટની કિંમતમાં 2,000નો વધારો કરવામાં આવ્યો છે,જેની કિંમત 13.91 લાખ અને 15.41 લાખથી શરૂ થાય છે.
જણાવી દઈએ કે મારુતિ ગ્રાન્ડ વિટારા દેશની પહેલી મારુતિ SUV છે જે CNG વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. અ સાથે જ CNG વેરિઅન્ટમાં આ કાર કુલ બે ટ્રિમમાં ઉપલબ્ધ છે.
જાણો મારુતિ SUVની કિંમત
કંપનીએ તેમની કિંમતોમાં અનુક્રમે 20,000 અને 2,000નો વધારો કર્યો છે. એટલે કે વધારા પછી તેની કિંમત 13.05 લાખ રૂપિયા અને 14.86 લાખ રૂપિયા છે. અ સાથે જ હાઇબ્રિડ વેરિઅન્ટની કિંમત હવે 18.29 લાખ રૂપિયા છે એટલે કે કિંમતમાં 30,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વધુમાં વાંચો :- ગુજરાતની સાબરમતી જેલમાંથી યુપી જવા રવાના થયો અતીક, 2 ઇન્સ્પેક્ટર સહિત 30 કોન્સ્ટેબલ…
જો ગ્રાન્ડ વિટારાની વાત કરીએ તો કંપનીએ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 103bhp પાવર અને 136Nm ટોર્ક જનરેટ કરે છે.
તો CNG મોડમાં આ એન્જિન 87bhp પાવર અને 121.5Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ કંપનીનો દાવો છે કે હાઇબ્રિડ વેરિઅન્ટ 19 થી 21 કિલોમીટર પ્રતિ લિટર અને મજબૂત હાઇબ્રિડ વેરિઅન્ટ 27.97 કિલોમીટર પ્રતિ લિટર સુધીની માઇલેજ આપે છે. આ સાથે જ CNG વેરિઅન્ટ અંગે કંપનીનું કહેવું છે કે આ મારુતિ SUV 26.6km/kg સુધીની માઈલેજ આપે છે.