એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી સેલીબ્રીટીઓ છે જેઓ તેમના અભિપ્રાય માટે જાણીતા છે. એવામાં જ હિન્દી ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત સિંગર લકી અલી પણ તેમાંથી એક છે.
જણાવી દઈએ કે લકી અલી હંમેશા ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત રાખતો જોવા મળે છે અને તાજેતરમાં તેને ‘બ્રાહ્મણ’ શબ્દ સાથેની એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી.
લકી અલીએ વિવાદિત પોસ્ટ બાદ માંગી માફી
આ પોસ્ટમાં તેમણે કહ્યું કે ‘બ્રાહ્મણ’ નામ ‘ઈબ્રાહિમ’ પરથી આવ્યું છે. વાત એમ છે કે સિંગરની પોસ્ટને લઈને દરેક જગ્યાએ ભારે હોબાળો થયો હતો, ત્યારબાદ તેણે નારાજ હિન્દુ ભાઈ-બહેનોની માફી માંગી છે.
લકી અલી ભલે અત્યારે ઘણા ગીતો નથી ગાતો, પણ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એવામાં તેને રવિવાર, 9 એપ્રિલના રોજ ‘બ્રાહ્મણ’ નામ સાથે એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેને લખ્યું, ‘બ્રાહ્મણ નામ બ્રહ્મા પરથી આવ્યું છે, જે અબરામ પરથી આવ્યું છે.
તે અબ્રાહમ અથવા ઇબ્રાહિમમાંથી આવે છે. બ્રાહ્મણો એક રાજવંશ ઇબ્રાહિમ છે, અલયહિસ્સલામ તમામ રાષ્ટ્રોના પિતા છે, તો શા માટે દરેક વ્યક્તિ તર્ક વિના દલીલ કરે છે અને લડે છે?’
લકી અલીની પોસ્ટ વાંચીને તેના ચાહકો એ તેના સામે નારાજગી વ્યક્ત કરી હતી. એક સમય એવો આવ્યો જયારે વિવાદ વધ્યો તો સિંગરે તે પોસ્ટ ડિલીટ કરી દીધી. જો કે એ પછી તેને માફી માંગતી પોસ્ટ પણ શેર કરી છે.
વધુમાં વાંચો :- આજે સોનાના ભાવમાં એકાએક જોરદાર ઘટાડો, ચાંદી પણ સસ્તી, જાણો કિંમત
તેને લખ્યું કે ‘મારો ઉદ્દેશ્ય સમાજમાં વિભાજિત વર્ગોને એકસાથે લાવવાનો છે. કોઈ ગુસ્સો કે તકલીફ પેદા કરવા માંગતો ન હતો. મને સમજાયું કે હું ખોટો હતો. મારી પોસ્ટ ખોટી રીતે જોવામાં આવી છે અને હવે હું જે પોસ્ટ કરું છું તેનાથી હું વધુ વાકેફ રહીશ. મારા શબ્દોએ ઘણા હિંદુ ભાઈ-બહેનોને દુઃખ પહોચાડ્યું છે. હું આ માટે માફી માંગું છું.’
નોંધનીય છે કે 64 વર્ષીય લકી અલીએ ‘સુનો’ આલ્બમથી હિન્દી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. તે ‘એક પલ કા જીના’, ‘તુમ જાનો ના હમ’, ‘અભી જા આ ભી જા’, ‘અંજાના અંજાની’ જેવા ઘણા સુપરહિટ ગીતો ગાવા માટે જાણીતા છે.