નમસ્કાર મિત્રો, હાલના સમયે મોઘવારી કેટલી વધી ગઈ છે એ આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ, એવામાં દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવના કારણે ગૃહિણીઓ નું બજેટ તૂટતું હોય છે. એટલે કે મહિનાની પહેલી તારીખથી કોઈને કોઈ ફેરફારો થતા હોય છે. એમાં સૌથી મોટો ફેરફાર LPG ગેસ સિલિન્ડર ની કિંમતોમાં થતો હોય છે.
એવામાં દેશભરમાં વધી રહેલી ગેસની કિંમતોને ઘટાડવા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી તેલ કંપનીઓ દેશભરમાં નવી ગેસ પ્રાઈસિંગ સિસ્ટમ લાવવા જઈ રહી છે, જેના થકી ગૃહિણીનું બજેટ કાબૂમાં આવશે. આ સાથે ગેસના ભાવમાં પણ ઘટાડો થશે. દેશની નવી ગેસ પ્રાઈસિંગ સિસ્ટમ દ્વારા ONGC અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) જેવી ગેસ કંપનીઓની આવકમાં ઘટાડો કરશે.
સરકારે 6 એપ્રિલે ગેસના ભાવને લઈને કરી હતી જાહેરાત
સરકારે 6 એપ્રિલ 2023ના રોજ નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. આ અંતર્ગત સરકાર સ્થાનિક સ્તરે ઉત્પાદિત ગેસની કિંમતો મહિનાનાં અંતે નક્કી કરશે. આ દર પાછલા મહિનામાં ભારતીય ક્રૂડ બાસ્કેટના 10 ટકા હશે.
પહેલા 6 મહિનામાં એકવાર થતી સમીક્ષા
સરકારે ગેસના ભાવ માટે પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ US$4ની નીચી મર્યાદા અને પ્રતિ યુનિટ $6.5ની ઉપલી મર્યાદા પણ નક્કી કરી છે.
વધુમાં વાંચો :- સરકારી નોકરી ઈચ્છુક લોકો માટે સારા સમાચાર, 10,000 લોકો માટે બહાર પડી ભરતી
રેટિંગ કંપનીએ નિવેદન જારી કર્યું
S&Pએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નીચી કિંમત મર્યાદાનો અર્થ એ છે કે ONGC તેના ગેસ ઉત્પાદન પર ઓછામાં ઓછા $4 પ્રતિ યુનિટનો ભાવ મેળવી શકે છે. ભલે પછી આંતરરાષ્ટ્રીય કુદરતી ગેસના ભાવ ઐતિહાસિક રીતે ઓછા હોય. તેવી જ રીતે કિંમતો પરની ઉપલી મર્યાદા ONGC માટે કમાણીની વૃદ્ધિને મર્યાદિત કરશે.