આધાર કાર્ડ સાથે ક્યો નંબર લીંક છે ?: સામાન્ય માણસથી લઈને મોટા અમીર લોકો તમામ પાસે આધાર કાર્ડ તો હશે જ. કોઈની પાસે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ કે મતદાર કાર્ડ હોય કે ન હોય, આધાર કાર્ડ જરૂર થી હોય છે.  આજકાલ આધાર કાર્ડ આપણા મોબાઈલની જેમ જરૂરી અને મહત્વનું બની ગયું છે. દેશમાં જ્યારે આધાર કાર્ડની પ્રથા શરૂ થઈ, ત્યારે તેને બનાવવાની હરીફાઈ થઈ.

ઘણા લોકો એવા છે જેમણે ઉતાવળમાં આધાર કાર્ડ બનાવી લીધું છે અને તેમના ફોન નંબરની જગ્યાએ તેમના પરિવારના સભ્ય અથવા તો તેમના માતા-પિતાનો નંબર ઉમેરી દીધો છે.  આજકાલ દરેક કામમાં આધાર કાર્ડથી વેરિફિકેશન અને કાર્ડ સાથે જોડાયેલા ફોન નંબર પર OTP આવે છે.

આધાર કાર્ડ સાથે ક્યો નંબર લીંક છે ?

આધાર કાર્ડ સાથે ક્યો નંબર લીંક છે ?

જો તમે નથી જાણતા કે આધાર કાર્ડ બનાવતી વખતે તમે કોનો નંબર લખ્યો હતો, તો અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, તો આજે અમે તમને જણાવીશું કે તમે તમારા આધાર કાર્ડ પર ફોન નંબર કેવી રીતે સરળતાથી અપડેટ કરી શકો છો.

ઈમેલ આઈડી અને ફોન નંબર કેવી રીતે વેરીફાઈ કરશો?

UIDAIએ ગ્રાહકો માટે ઘરે બેઠા ઈમેલ આઈડી અને ફોન નંબર વેરીફાઈ કરવાની સુવિધા શરૂ કરી છે. ગ્રાહકો UIDAIની સત્તાવાર વેબસાઇટ myaadhaar.uidai.gov.in અથવા mAadhaar એપ પર ઈમેલ અને ફોન નંબર ચકાસી શકે છે. આ સુવિધા દ્વારા તમે ચકાસી શકો છો કે તમારું ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે કે નહીં.

મોબાઈલ નંબર કેવી રીતે ચેક કર

જો તમારો ફોન નંબર પહેલેથી વેરિફાઈડ છે તો સ્ક્રીન પર એક મેસેજ દેખાશે  તે મેસેજમાં લખેલું હશે કે તમારો ફોન નંબર વેરિફાઈડ છે. આ સિવાય, જો તમને નોમિનેશન સમયે દાખલ કરેલ નંબર યાદ ન હોય, તો તમે mAadhaar એપ પર વેરિફાઈ ફીચર પર મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ અંકો દાખલ કરીને ચેક કરી શકો છો.

વધુમાં વાંચો :- Gandhinagar Jilla Police Recruitment 2023: ગાંધીનગર જિલ્લા પોલીસમાં કાઉન્સેલરની જગ્યા

જાણો શું છે આખી પ્રક્રિયા?

UIDAI ની સત્તાવાર વેબસાઇટ, uidai.gov.in પર જઈને, આધાર સેવાઓના ઓપ્શન પર ક્લિક કરો. આ પછી, વેરીફાઈ ઈમેલ/મોબાઈલ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો અને તમારો આધાર નંબર દાખલ કરો.

આ પછી, તમારે તમારો ફોન નંબર અથવા ઇમેઇલ ID દાખલ કરવો પડશે, જેને તમે વેરિફાઈ કરવા માંગો છો. હવે, તમારે ફોન નંબર દાખલ કરીને OTP જનરેટ કરવો પડશે અને તેને વેરિફિકેશન પણ કરવું પડશે. છેલ્લે, જ્યારે તમારું ઈમેલ આઈડી અને ફોન નંબર ચકાસવામાં આવશે, ત્યારે તમને મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *