સમગ્ર દેશમાં આજે લોકો કોઈને કોઈ જગ્યાએ પોતાના પૈસા રોકાણ કરતા હોય છે. અને દેશમાં ઘણા પ્રકારના રોકાણ વિકલ્પો તમને મળી રહે છે. પરંતું હજુ એવા લોકોની કમી નથી જે પોસ્ટ ઓફિસ યોજનાઓ, જીવન વીમા નિગમોમાં રોકાણ કરતાં હોય. LIC, દેશની સૌથી મોટી અને સૌથી જૂની વીમા કંપની છે. જેનાં દેશભરમાં લાખો ગ્રાહકો છે.

LIC દેશના દરેક ક્ષેત્ર માટે વિવિધ કાર્યક્રમો આપે છે. ઘણી સ્કીમમાં  ફક્ત બાળકો માટે જ તૈયાર કરવામાં આવી છે.  ચાલો એક એવી પોલીસીની વાત કરીએ જે તમે તમારા બાળકના શાળાકીય અભ્યાસમાંથી પૈસાની જરૂર નહિ પડવા દે. આ યોજના LIC જીવન તરુણ સ્કીમમાં  તરીકે ઓળખાય છે.

LIC જીવન તરુણ સ્કીમ શું છે?

LIC જીવન તરુણ સ્કીમ નોન-લિંક્ડ મર્યાદિત પ્રીમિયમ યોજના છે. આ LIC મની-બેક પ્લાન બાળકોને રક્ષણ અને બચત લાભોનું આકર્ષક ઉભુ કરે છે. LIC દ્વારા જીવન તરુણ યોજના ખાસ કરીને બાળકો માટે તેમની વધતી જતી નાણાકીય અને શૈક્ષણિક જરૂરિયાતોની કાળજી લેવા માટે બનાવવામાં આવી છે.

પોલિસીમાં

આ પોલિસી માટે પાત્રતા

LIC જીવન તરુણ સ્કીમમાં રોકાણ કરવા માટે, બાળક ઓછામાં ઓછું ત્રણ મહિનાનું હોવું જોઈએ અને 12 વર્ષથી વધુ ઉંમરનું ન હોવું જોઈએ. યુવક 20 વર્ષનો થાય ત્યાં સુધી રોકાણ કરવામાં આવે છે. તે પછી કોઈપણ પ્રકારના રોકાણ વિના પાંચ વર્ષ પૈસા આ પોલિસીમાં રાખવા પડશે. બાળક 25 વર્ષનું થાય ત્યારે કુલ રકમનો દાવો કરી શકે છે. આનાથી બાળકના કોલેજ અને લગ્નના ખર્ચ અંગેનો પ્રશ્ન હલ થઈ જશે.

જો તમે આ પોલિસીમાં રૂ 75,000નું રોકાણ કરો છો, તો તમને આ પોલિસીની લઘુત્તમ વીમા રકમનો લાભ મળી શકે છે. જો કે, કુલ રકમ માટે કોઈ લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે આ યોજના હેઠળ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકો છો.

વધુમાં વાંચો :- ક્યાંક તમારા વાહનનું તો ઈ-ચલાણ નથી કપાઈ ગયુંને? ઘરે બેઠા આ રીતે કરો ચેક

કેટલી રકમ મળશે

જો કોઈ વ્યક્તિ 12 વર્ષની ઉંમરે બાળક માટે આ પોલિસી ખરીદે છે અને દરરોજ 150 રૂપિયાની નાની ચુકવણી કરે છે, તો વાર્ષિક પ્રીમિયમ 54,000 રૂપિયાની નજીક હશે. આ રીતે 8 વર્ષ દરમિયાન 4.32 લાખ રૂપિયા જમા થશે. આ માટે 2.47 લાખ રૂપિયા બોનસ તરીકે આપવામાં આવશે. એટલે કે 25 વર્ષની ઉંમર સુધીમાં યુવક લગભગ 7 લાખ રૂપિયાનો માલિક બની જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *