જો તમારી અંદર ટેલેન્ટ છે, તો તમને મહાન કાર્યો કરવાથી કંઈપણ રોકી નથી શકતું. ખાસ કરીને તમારી ઉંમર તો ક્યારેય તમારા સાકાર થતા નથી રોકી શકતી.

image 498

આ વાતનું એક પરફેક્ટ ઉદાહરણ છે 11 વર્ષની લીના રફીક, જેણે પોતાની કોડિંગ ટેલેન્ટથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. તેણે અનોખી સ્કેનિંગ વિધિના માધ્યમથી આંખના રોગો અને અન્ય સ્થિતિઓ શોધવા માટે AI પર આધારિત એક એપ બનાવી છે.

image 499 1

દુબઈમાં રહેતી ભારતીય મૂળની લીના રફીકે કોર્ડિગ કરવાની કોઈ ટ્રેનિંગ નથી લીધી. એને જાતે જ કોર્ડિંગ શીખ્યું છે. એને પ્રોગ્રામિંગ, નંબર્સ સાથે રમવું અમે વેબસાઈટ ડેવલપમેન્ટ કરવું ઘણી નાની ઉંમરમાં શરૂ કરી દીધું હતું. માત્ર 6 વર્ષની ઉંમરમાં એને પોતાના સ્કૂલના સાયન્સ એક્સીબિઝન માટે એક સ્કેચથી વેબસાઈટ બનાવી દીધી હતી.

આ પ્રતિભાશાળી છોકરીએ એક ઓગલર આઈસ્કેન નામની AI એપ માત્ર 10 વર્ષની ઉંમરે બનાવી હતી. તેણે આઈફોનનો યુઝ કરીને આ એપ બનાવી છે, જે આંખની ઘણી બીમારીઓ અને સ્થિતિઓને યુનિક સ્કેનિંગ પ્રોસેસ શોધી શકે છે. આ AI એપની શોધના એક વર્ષ બાદ તેણે તેને એપ સ્ટોર પર સબમિટ કરી છે, જ્યાં iOS યુઝર્સ તેની એપને એક્સેસ કરી શકે છે.

image 500

હાલમાં જ લીનાએ પોતાનું આ અચિવમેન્ટ લિંકેડઇન પર શેર કર્યું છે. તેણે લખ્યું, “એક્સાઇટિંગ ન્યૂઝ! Oogler iScan નામની અમારી નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોબાઇલ એપ્લિકેશન સબમિટ કરવાની જાહેરાત કરતાં હું રોમાંચિત છું. મેં આ એપ 10 વર્ષની ઉંમરે બનાવી હતી. ઓગલર તમારા iPhone પર આંખના ઘણા રોગો અને સ્થિતિઓને એક યુનિક સ્કેનિંગ પ્રોસેસ દ્વારા શોધી કાઢવામાં સક્ષમ છે.

લીનાએ તેની પોસ્ટમાં લખ્યું, “એડવાન્સ કોમ્પ્યુટર વિઝન અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને, ઓગલર ફ્રેમ માપદંડની શોધ કરી શકે છે જેમાં પ્રકાશ, કલરની તીવ્રતા, ફ્રેમ રેન્જમાં આંખને શોધવા માટે લુક અપ પોઈન્ટ જેવા પેરામીટર્સ સામેલ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *