જ્યારે પરિવારમાં કોઈનું અવસાન થાય છે ત્યારે ન ફક્ત તેના ઘરમાં જ પણ આસપાસના આખા વિસ્તારમાં શોક ફેલાઈ જાય છે. આ પછી દરેક માણસ મૃત વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા અને શોક પ્રગટ કરવા આવે છે. ઝારખંડના જમશેદપુર જિલ્લામાં એક વૃદ્ધ વ્યક્તિના અવસાન બાદ પણ આવું જ થયું હતું. પણ ત્યાં જ અચાનક એક લંગુર ત્યાં આવ્યો. એ પછી એને વડીલને શબ સાથે જે કર્યું તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ગૌરાંગ ચંદ્રપાલ ચાકુલીયા પરખંડના કાલાપથર ગામમાં રહેતા હતા. એ 80 વર્ષના હતા. એમનું હાલમાં જ અવસાન થઈ ગયું હતું. અંતિમ સંસ્કાર પહેલાં એમના સબને ઘરના આંગણામાં ખાટલા પર અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યું હતું. એ દરમિયાન બધા ઓળખીતા લોકો આવીને એમના પાર્થિવ શરીર પર ફૂલ ચડાવી રહ્યા હતા. એ દરમિયાન ત્યાં અચાનક જ એક લંગુર આવી ગયો.
આ લંગુર પણ શબના માથા પાસે બેસી ગયો.એ પ્રેમથી માથે હાથ ફેરવવા લાગ્યો. એવું લાગતું હતું જાણે એમને આશીર્વાદ આપી રહ્યો હોય. એટલુ જ નહીં આ લાગુંરે બીજા લોકોની જેમ ગૌરાંગ ચંદ્રપાલના પાર્થિવ શરીર પે ફૂલ અર્પિત કર્યા. ત્યાં હાજર લોકોના કહેવા અનુસાર લંગુરે કોઈપણ પ્રકારની પરેશાની ઉભી નહોતી કરી. ઉં ચુપચાપ થોડીવાર સુધી શબ પાસે બેસી રહ્યો.
એ પછી ગામના લોકો શબને અંતિમયાત્રા માટે સ્મશાન ઘાટ લઈ ગયા તો એ લંગુર પણ એમની પાછળ પાછળ ગયો. ત્યાં એ ચિતા પાસે થોડીવાર બેઠો. જો કે અંતિમ સંસ્કાર થતા જ એ ત્યાંથી ચાલ્યો ગયો. આ અંતિમયાત્રામાં સામેલ થયેલા પંચાયતના મુખીયા શિવચરણ હંસદાએ જણાવ્યું કે આ લંગુર ક્યાંથી આવ્યો કોઈને ખબર ન પડી. એને એ પહેલાં ક્યારેય જોવામાં નથી આવ્યો
હવે આ આખો મામલો ચર્ચાનો વિષય બની ગયો છે..દરેક વ્યક્તિ આ નઝારો જોઈ ભાવુક થઈ ગયા. કોઈએ કહ્યું કે ભગવાન લંગુરનું રૂપ લઈને આશીર્વાદ આપવા આવ્યા હતા. તો અમૂકે કહ્યું કે આ લંગુર અને મૃતકનો પાછલા જન્મમાં કઈક સંબંધ હશે. આ નઝારો જોઈ અમુક લોકોએ તો એમ પણ કહ્યું કે જાનવરોમાં પણ લાગણીઓ હોય છે