બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુસ્મિતા સેન સાથે પોતાના અફેરને કારણે ચર્ચામાં રહેલા અને આઇપીએલના પૂર્વ પ્રમુખ લલિત મોદી ફરી એકવાર ચર્ચામાં છે. લલિત મોદીએ ઘોષના કરી છે કે એ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર એમની એ કમેન્ટ્સ માટે યુકેની કોર્ટમાં કેસ કરશે જેમાં રાહુલ ગાંધીએ એમનું નામ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગમાં જોડયું હતું.

llit

તમને જણાવી દઈએ કે લલિત મોદી ઘણા લાંબા સમયથી દેશની બહાર છે અને એમને ભાગેડુ લન કહેવામાં આવે છે. રિપોર્ટનું માનીએ તો વર્ષ 2010માં લલિત મોદી લંડન જતા રહ્યા છે. એ દરમિયાન એમણે ટ્વીટર દ્વારા રાહુલ ગાંધી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે એ સાવ મૂર્ખ છે.

rahul 1 e1680270242875

રાહુલ ગાંધીએ વર્ષ 2019માં રાફેલ સોદાને લઈને પીએમ મોદી પર નિશાનો સાધ્યો હતો. એ દરમિયાન એમણે મોદી પર 59,000 કરોડની ગરબડ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સાથે જ એમને મોદી સરનેમ પર પણ વાંધાજનક કમેન્ટ કરી હતી એ પછી એમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે હાલમાં જ સુરત કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા સંભળાવી છે.

lalit 2

એ સિવાય એમણે લોકસભા સાંસદ તરીકે પણ અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવ્યા. હવે આ વાત પછી લલિત મોદીએ પણ રાહુલ ગાંધી પર ગુસ્સો જાહેર કર્યો છે અને એમણે એક પછી એક ટ્વીટ કર્યા જેમાં એમને રાહુલ ગાંધીના ભાગેડુ કહેવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. લલિત મોદીનું કહેવું છે કે હજી સુધી એમને દોષિત નથી માનવામાં આવ્યા અને એવામાં એમને ભાગેડુ કહેવું ખોટું છે.

lalit 3

લલિત મોદીએ ટ્વીટ કરતા લખ્યું છે કે હું ટોમ ડિક અને ગાંધીના લગભગ બધા જ સહયોગીને વારંવાર એ કહેતા જોઉં છું કે હું ભાગેડુ છું. કેમ?કઈ રીતે? અને મને આજ સુધી ક્યારે દોષી ઠેરવવામાં આવ્યો. પપ્પુ ઉર્ફે રાહુલ ગાંધી વિરુદ્ધ હું હવે એક સામાન્ય નાગરિક આ કહી રહ્યો છું.

તમને જણાવી દઈએ કે લલિત મોદીનું નામ એ દિવસોમાં ચર્ચામાં હતું જ્યારે એમના કેટલાક ફોટા સુસ્મિતા સેન સાથે વાયરલ થયા હતા. એ દરમિયાન એમણે એક્ટ્રેસને પોતાની બેટર હાફ કહી દીધી હતી. જો કે પછી સુસ્મિતા સેને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે એમનો કોઈની સાથે સંબંધ નથી, એ એકલી જ ખુશ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *