આજે અમે તમને ટેક્સ સેવિંગ FD કે પોસ્ટ ઓફિસ સ્કીમ વિષે થોડી માહિતી આપવાના છીએ. પહેલાનો સમય એવો હતો કે લોકોને પૈસા રોકવા હોય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો, પરંતુ હવે સામાન્ય માણસ હોય કે વરીષ્ઠ નાગરિક એટલે કે ઘરડા લોકો તેવા લોકો પણ ઘણી બધી યોજનાઓના અરજી કરી શકે છે.

અમુક યોજનાઓ એવી પણ જેમાં ઘર બેઠા પણ અરજી કરી શકો છો. આ યોજનાઓમાં તમે રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકો છો. જો હાલમાં વ્યાજ દરોની વાત કરવામાં આવે તો પોસ્ટ ઓફિસ સ્કીમની ઘણી યોજનાઓમાં વધારો કરવામાં આવ્યો છે.

પોસ્ટ ઓફિસ સ્કીમના ફાયદા

ટેક્સ સેવિંગ FD કે પોસ્ટ ઓફિસ સ્કીમ 2

જેની સામે બેંકીંગ પર મળતું વળતર ઓછું છે. કારણ કે કેન્દ્ર સરકારે હાલમાં જ Samll savings scheme પર ટેક્સ-સેવિંગ એફડીમાં સામેલ કરવાની અપીલ કરી હતી. બીજી બાજુ, ફિકસ ડિપોઝિટ નાં વ્યાજદરમાં વધારા પછી વરિષ્ઠ નાગરિકો એટલે કે ઘરડા લોકો વધુ પૈસા કમાઈ રહ્યા છે.

જો તમે ટેક્સ સેવિંગ સ્કીમ્સમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો જેમાં તમને વધુ વળતર મળશે. નેશનલ સેવિંગ્સ સિસ્ટમ અને ફિક્સ્ડ ડિપોઝિટ જેવા ઓપ્શન આ યોજનાઓનો એક ભાગ જ છે.

તમને જણાવી દઈએ કે નવા નાણાકીય વર્ષ એટલે કે 2023-24 માટે એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે સરકારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ પર વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

નેશનલ સેવિંગ્સ સિસ્ટમ વ્યાજ અગાઉના ક્વાર્ટર દરમિયાન 7 ટકા હતો, જે વધારીને હવે 7.7 ટકા કરવામાં આવ્યો છે. જોકે મિત્રો ફિકસ ડિપોઝિટ દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જે વધીને હવે 7.5 ટકા પર પહોંચી ગયો છે.

કઈ બેંક FD પર કયા દરે વ્યાજ ચૂકવે છે?

ટેક્સ સેવિંગ FD કે પોસ્ટ ઓફિસ સ્કીમ

દેશની ઘણી મોટી બેંકો ટેક્સ સેવિંગ ફિકસ ડિપોઝિટ પર સૌથી વધુ વ્યાજ ચૂકવી રહી છે. HDFC બેંક 7%, એક્સિસ બેંક 7%, બેંક ઓફ બરોડા 6.5%, સેન્ટ્રલ બેંક 6.7%, ICICI બેંક 7%, IndusInd બેંક 7.25%, DCB બેંક 7.6%, યસ બેંક 7% વ્યાજ દર આપીlટેક્સ સેવિંગ FD કે પોસ્ટ ઓફિસ સ્કીમ, જાણો તમને કેટલો ફાયદો થશે ?

વધુમાં વાંચો :- પૈસાનું રોકાણ કરો આ 5 ધમાકેદાર સ્કીમમાં ટેકસ ફ્રી મળશે વળતર

જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો અને નેશનલ સેવિંગ્સ સિસ્ટમમાં પૈસા જમા કરો છો, તો તમે કલમ 80C મુજબ વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. બીજી બાજુ, ટેક્સ સેવિંગ FD તમને વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીની બચત કરવાની સુવિધા આપી રહી છે.

તમે NSC માં તમે ઓછામાં ઓછું રૂ. 1,000 થી રોકાણ શરૂ કરી શકો છો, જો કે તમે ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટમાં વધુમાં વધુ રૂ. 1.5 લાખનું રોકાણ કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *