આ દુનિયામાં ઘણી બધી કપરી સમસ્યામાંથી એક છે ગરીબી. ગરીબીની આ સમસ્યા આપણા જીવનને આર્થિક તેમજ સામાજિક બન્ને રીતે અસર કરે છે. ગરીબી એક એવી પરિસ્થિતિ છે જે આપણા જીવનમાં દુઃખ દર્દ અને નિરાશા જેવી અન્ય તકલીફો ઉભી કરર છે. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની પાસે રહેવા માટે ઘર પણ નથી. એટલું જ નહીં એમને ભૂખ્યા જ સૂવું પડે છે પણ આજે અમે તમને જણાવીશું એવા એક દેશ વિશે જ્યાં ના કોઈ ભૂખ્યું ચર ના તો ઘર વગરનું.
ભારતનો એક એવો પડોશી દેશ છે જ્યાં કોઈ ઘર વગરનું નથી અને ન તો કોઈ ભૂખ્યું છે. એટલું જ નહીં આ દેશની સરકાર બધાને મફત સારવાર આપે છે અને એમના સ્વાસ્થયનો ખર્ચો પણ ભોગવે છે. ધર્મ કરતા અહીંયા આધ્યાત્મનું વધુ મહત્વ છે અને લોકો એ જ રીતે જીવન જીવે છે. અમે જે દેશની વાત કરી રહ્યા છે એ દેશ એટલે ભૂટાન…
ભારતનો પડોશી દેશ ભૂટાન એક એવો દેશ છે જ્યાં સરકાર ઘર અને ભૂખ્યા ન રહેવાની ગેરેન્ટી આપે છે. એ જ કારણે ભુતાનમાં એક પણ ભિખારી નહિ જોવા મદર અને ન તો દેશમાં કોઈ ઘર વગરનું છે. ભૂટાન એક એવી દેશ છે જ્યાં દરેક પાસે મકાન છે.
સામાન્ય રીતે અહીંના લોકો ખુશહાલ જીવન જીવે છે અને સૌથી મોટી ખાસ વાત એ છે કે અહીંયા સારવાર પણ સાવ મફતમાં થાય છે. ઈલાજ અને સ્વાસ્થ્યના ખર્ચ ઉપરાંત દવાઓનો ખર્ચ પણ સરકાર જ કરે છે. એકંદરે આ દેશ એશિયાનો સૌથી ખુશ દેશ છે.
તમને જણાવી દઈએ કે ભુતાનમાં લાંબા સમય સુધી ટીવી અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ હતો. એ એટલા માટે કારણ કે એના દ્વારા વિદેશની જે સંસ્કૃતિ દેશમાં આવી જશે એનાથી ત્યાંના લોકો પર ખરાબ અસર પડશે. પણ હવે અહીંયા ટીવી અને ઈન્ટરનેટ છે. વર્ષ 1999માં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ દેશમાં વર્ષ 2008માં લોકો આંતરિક શાંતિનું ધ્યાન રાખવા માટે સકલ રાષ્ટ્રીય ખુશી સમિતિ પણ રચવામાં આવી હતી. અહીંયા જનસંખ્યા ગણતરીની પ્રશ્નાવલીમાં એક કોલમ હોય છે જેમાં તમે જણાવી શકો છો કે તમે તમારા જીવમાં ખુશ છો કે નહીં.