મહિલા સન્માન બચત પત્ર યોજના
દેશમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવા, તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા અને પોતાના પગભર થવા માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે.
આ યોજનાનું નામ મહિલા સન્માન બચત પત્ર યોજના છે. આ યોજનામાં ખાતું ખોલાવવા પર મહિલાઓને શાનદાર વળતર મળી રહ્યું છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ થોડા દિવસો પહેલા દિલ્હીની સંસદ સ્ટ્રીટ સ્થિત પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનામાં પોતાનું ખાતું ખોલાવ્યું છે.
તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મહિલાઓને મહિલા સન્માન બચત પત્ર યોજના હેઠળ રોકાણ કરવા પર 7.5 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે આમાં તમને આંશિક ઉપાડની સુવિધા પણ મળી રહી છે.
આ યોજનામાં મહિલાઓને ગેરેન્ટેડ વળતર મળે છે. આ સ્કીમમાં મહિલાઓ ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકે છે. અને મહત્તમ રકમની વાત કરીએ તો, આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે.
વધુમાં વાંચો :-રાજગરાના ભાવ ડીસા માર્કેટમાં રેકોડબ્રેક કર્યો, ખેડૂતોને ભાવ સારા મળતા ખુશી થયા
મહિલા સન્માન બચત યોજના હેઠળ, મહિલાઓને ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. એવામાં દેશભરની ઘણી મહિલાઓ આ યોજનામાં તેમના ખાતા ખોલાવી રહી છે. તમે પણ આ યોજનામાં ખાતું ખોલાવીને યોજનાનો લાભ લઈ શકો છો.