આવતા મહિનામાં આ 6 કામ કરવા છે જરૂરી? મે મહિનો પૂરો થવાને હવે 4 દિવસ બાકી રહ્યા છે. એવામાં આવતાં મહીને એટલે કે જૂન મહીનાની 30 તારીખ સુધીમાં એવા ઘણા કામો છે જે તમારે પૂરા કરી નાખવા જરૂરી છે. કારણ કે PAN કાર્ડથી લઈને DigiLocker સુધીના ઘણા એવા કામ છે જેની ડેડલાઈન 30મી જૂન પછી પૂરી થઈ જશે. જેથી તમને પાછળથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
શા માટે જરૂરી છે આ 6 કામ કરવા
જો તમે હજી સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી, તો તમારે 30 જૂન સુધીમાં પાન-આધાર લિંક કરાવી લેવું જોઈએ. કારણ કે આ 6 કામ કરવા માટે તમારી પાસે માત્ર 30 જૂન સુધીનો સમય છે. જો તમે આ સમય મર્યાદામાં આ કામ નહી કરો તો તમારે 30 જૂન પછી PAN આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે, તો જ તમે જૂન મહિના પછી PAN-આધાર લિંક કરી શકશો.
દેશભરના જે લોકોએ 10 વર્ષથી તેમનો આધાર અપડેટ નથી કર્યો, તમે 14 જૂન સુધી તમારા આધારને મફતમાં અપડેટ કરી શકો છો. અને જો તમે આ કામ ઓનલાઈન કરો છો. તેથી તમારે આ માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. બીજી તરફ, જો તમે આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર અપડેટ કરો છો, તો તમારે તેના માટે 50 રૂપિયા ચૂકવવા પડશે.
બેંક લોકર કરાર
હવે વાત કરીએ બેંક લોકર એગ્રીમેન્ટ વિશે તો જે લોકો બેંક લોકર એગ્રીમેન્ટનો ઉપયોગ કરે છે. જે લોકોએ હજુ સુધી તેમના બેંક લોકર કરારને અમલમાં મૂક્યો નથી તેઓએ પણ ટૂંક સમયમાં તેમના બેંક લોકર કરારને લાગુ કરવો જોઈએ. કારણ કે સરકારે તેની છેલ્લી તારીખ 30 જૂન નક્કી કરી છે. તેથી, નવા નિયમો અનુસાર, ગ્રાહકોએ પણ 30 જૂન પહેલા બેંક લોકર કરારનું કામ પતાવવું જોઈએ. જેથી તમને પછીથી કોઈ મુશ્કેલી ન પડે.
ઇન્ડિયન બેંક સ્પેશિયલ એફડી
જે લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે, તેઓ ઈન્ડિયન બેંકની વિશેષ FD ‘Ind Super 400 Days’ સ્કીમમાં રોકાણ કરી શકે છે. ગ્રાહકો પાસે 30 જૂન સુધી આ સ્કીમમાં રોકાણ કરવાની તક છે. આ પછી તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. જેમણે રોકાણ કર્યું છે તેમણે આ સ્કીમ બંધ થવાની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પાકતી મુદત પૂરી થવા પર તેના આખા પૈસા વ્યાજ સાથે પરત કરવામાં આવશે. આ સ્કીમ બંધ થવાથી નવા ગ્રાહકો 30 જૂન પછી રોકાણ કરી શકશે નહીં.
ઉચ્ચ પેન્શન માટેની અરજી
જો તમે નોકરી કરો છો અને વધુ પેન્શન માટે અરજી કરવા માંગો છો, તો તમારે વધુ પેન્શન માટે અરજી કરવાનું કામ 26 જૂન સુધીમાં પતાવવું પડશે. કારણ કે તેની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. જો તમે 26 જૂન સુધીમાં વધુ પેન્શન માટે અરજી કરો છો, તો તમને ફાયદો થઈ શકે છે. જો તમે અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકી ગયા છો. તો તમે પછીથી વધુ પેન્શન માટે અરજી કરી શકશો નહીં.
વધુમાં વાંચો :- નાના-મોટા બિઝનેસ માટે સરકાર આપી રહી છે મુન્દ્રા યોજના દ્વારા સહાય, જાણો તમામ માહિતી
SBI અમૃત કલાશ સ્પેશિયલ FD
FD સ્કીમમાં રોકાણ કરનારા રોકાણકારો, જો તેઓ SBIની અમૃત કલશ સ્પેશિયલ FDમાં રોકાણ કરવા માગે છે, તો તેઓ 30 સુધી આ વિશેષ FDમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકે છે. જો તમે 30 જૂન સુધી રોકાણ કરવાનું ચૂકી જાઓ છો, તો 30 જૂન પછી નવા ગ્રાહકો આ FD સ્કીમમાં રોકાણ કરી શકશે નહીં. કારણ કે નવા ગ્રાહકો પાસે 30 જૂન સુધી જ આ સ્કીમમાં રોકાણ કરવાની તક છે.