Junagadh District Panchayat Recruitment 2023: દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે.

ખાસ કરીને તમે ગુજરાતમાં રહો છો અને કામની તલાશમાં છો તો આ તમારા માટે ખુશ ખબર છે. જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોઇપણ પરીક્ષા વગર સીધી ભરતી બહાર પડી છે અને લોકો આ માટે અરજી કરી શકે છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોઇપણ પરીક્ષા વગર સીધી ભરતી (Junagadh District Panchayat Recruitment 2023)બહાર પડી છે જેમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફિમેલ હેલ્થ વર્કર, લેબોરેટરી ટેક્નિશિયન, સુપરવાઈઝર,

મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટન માટે જગ્યાઓ છે. આ અલગ પોસ્ટ પર પરીક્ષા વિના સીધી ભરતી બહાર પાડવામાં આવી છે.

Junagadh District Panchayat Recruitment 2023

સાથે જ તમને જણાવી દઈએ કે આ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જેના વિશે ડિટેલમાં સત્તાવાર સાઇટ https://junagadhdp.gujarat.gov.in/ પર જાણકારી મળી રહેશે.

હવે જો આપણે આ ભરતીમાં કુલ જગયાની વાત કરી તો 27 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જેમાં મેડિકલ ઓફિસરની પોસ્ટ પર 1, આયુષ મેડિકલ ઓફિસરની પોસ્ટ પર 1, ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ પર 4, ફિમેલ હેલ્થ વર્કર ની પોસ્ટ પર 3,

Junagadh District Panchayat Recruitment 2023 1

લેબોરેટરી ટેક્નિશિયનની પોસ્ટ પર 5, સુપરવાઈઝરની પોસ્ટ પર 2, મેલેરિયા ટેક્નિકલ સુપરવાઈઝરની પોસ્ટ પર 4, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)ની પોસ્ટ પર 5, ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટની પોસ્ટ પર 1, એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ પર 1 ભરતી બહાર પડી છે.

ઓનલાઇન અરજી બાદ પસંદ કરવામાં આવેલ ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપીને નોકરી મેળવી શકે છે. ખાસ જણાવી દઈએ કે નોકરી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે.

હવે અરજી કરવા માટે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ

https://arogyasathi.gujarat.gov.in/ પર જાઓ

Current Opening સેકશન માં રજીસ્ટ્રેશન કરી લો

Login કરો અને Apply Now ના બટન પર ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો

વધુમાં વાંચો :- Gandhinagar Jilla Police Recruitment 2023: ગાંધીનગર જિલ્લા પોલીસમાં કાઉન્સેલરની જગ્યા

જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

નોંધનીય છે કે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 11 મે 2023 અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 મે 2023 છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *