જો માણસને પોતાના જીવનમાં કઈક કરવું હોય તો એ માટે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરવાની આવશ્યકતા છે. એવું કહેવામાં આવે છે કે જે માણસની ઇચ્છાશક્તિ મજબૂત છે તો એ ગમે તે પરિસ્થિતિમાં પણ આગળ વધે છે. આ વાતનું ઉદાહરણ છે યુપીએસસીની 2013 બેચની આઈઆરએસ ઓફિસર કોમલ ગણાત્રા, જેમણે કપરી પરિસ્થિતિ પાર કરીને સફળતા મેળવી.

komal ganatra3

કોમલની જિંદગીમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે એ અંદરથી તૂટી ચુકી હતી પણ તેમ છતાં એની હિંમત ન તૂટી. કોમલ પોતાની જાતને સંભાળી અને પોતાની મહેનતના દમ પર પોતાનું આત્મવિશ્વાસ પાછું મેળવ્યું. કોમલની જિંદગીની સ્ટોરી ઘણી તકલીફો વાળી છે. કોમલના પતિએ એને લગ્નના ફક્ત 15 દિવસમાં જ છોડી દીધી હતી. પણ તો ય એ હાર ન માની તો ચાલો જાણીએ કોમલની સ્ટોરી.

irs officer komal ganatra success story 23 10 2022 4 768x432 1

કોમલનો જન્મ ગુજરાતના અમરેલીમાં 1982માં થયો હતો. એમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ ગુજરાતી મીડિયમમાં કર્યો છે. એ ગુજરાતી લીટ્રેચરમાં ટોપર રહી ચુકી છે. એમને ઓપન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.કોમલ પોતાના જીવનમાં કઈક મોટું કરવા માંગતી હતી પણ જ્યારે 26 વર્ષની ઉંમરે કોમલના લગ્ન થયા તો એમના સપના તૂટી ગયા.

irs officer komal ganatra success story 23 10 2022 2

કોમલની ઉંમર જ્યારે 26 વર્ષની હતી ત્યારે એમના લગ્ન એક એનઆરઆઈ સાથે થયા હતા જે ન્યૂઝીલેન્ડમાં રહેતો હતો. જ્યારે કોમલના 2008માં લગ્ન નક્કી થયા ત્યારે ગુજરાત લોક સેવા આયોગની પરીક્ષા એને ક્લિયર કરી લીધી પણ લગ્ન નક્કી થઈ જવાના કારણે એ ઇન્ટરવ્યૂમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો. હજી લગ્નને ફક્ત 15 દિવસ થયા હતા કે કોમલના લગ્નજમાં તકલીફ આવી ગઈ. એમનું લગ્નજીવન વસે એ પહેલાં જ ભાંગી પડ્યું.

15 42 576984646komal 2

કોમલ દહેજના લાલચી લોકોમાં એવી ફસાઈ કે એના સાસરીવાળાએ દહેજની લાલચમાં એને ઘરમાંથી કાઢી મૂકી. ને એનો પતિ વિદેશ ચાલ્યો ગયો ને પછી ક્યારેય પાછો ન આવ્યો

જ્યારે એનો પતિ પાછો જ આવ્યો તો એ પછી કોમલ પોતાના માતાપિતાના ઘરે આવી ગઈ પણ જિંદગીમાં એટલી તકલીફ છે કે કોમલની શાંતિ ન મળી. કોમલે પછી ઘરેથી દૂર રહેવાનું નક્કી કર્યું. ને પછી એ પોતાના પિયરથી દૂર એક ગામમાં આવીને રહેવા લાગી. અહીંયા આવીને કોમલ પોતાના દુઃખને પોતાની હિંમત બનાવી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા લાગી પણ કોમલ જે ગામમાં રહેતી હતી ત્યાં ન તો ઈન્ટરનેટ હરુ અને ન તો ઈંગ્લીશમાં ન્યૂઝ પેપર આવતું હતું.

irs officer komal ganatra success story 23 10 2022 5 768x577 1

એમ છતાં પણ કોમલે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી. કોમલે સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે એક સ્કૂલમાં ભણાવવાનું શરૂ કરી દીધું. ત્રણવારની અસફળતા કોમલની હિંમત તોડી ન શકી અને ચોથીવાર એની મહેનત રંગ લાવી. વર્ષ 2012માં યુપીએસસી પરીક્ષામાં કોમલે 591મો રેન્ક હાસિલ કરીને આઈઆરએસ ઓફિસર બનીને પોતાની મંજિલ મેળવી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *